અક્ષયકુમાર અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ સૂર્યવંશી શુક્રવારે 5 નવેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ ચૂકી છે. અક્ષયકુમાર અને રોહિત શેટ્ટીને પહેલીવાર સાથે જોવા માટે દર્શકો છેલ્લા બે વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. શૂટિંગ દરમિાયન જ ફિલ્મ ખુબ ચર્ચામાં રહી. પરંતુ ત્યારબાદ કોવિડના કારણે રિલીઝ અટકી ગઈ અને ફિલ્મનો ઈન્તેજાર લંબાતો ગયો. હવે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે ત્યારે બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મે દમદાર ઓપનિંગ મેળવ્યું છે.
કેટલું રહ્યું કલેક્શન
કોપ ડ્રામા સૂર્યવંશીએ થિયેટરોમાં આવતાની સાથે જ ખોવાયેલી રંગત પાછી લાવી દીધી છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાના શરૂઆતના આંકડા મુજબ ફિલ્મે પહેલા દિવસે 26 કરોડનું ધાંસૂ ઓપનિંગ મેળવ્યું છે. કેટલીક જગ્યાઓ પર ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો જ્યારે ક્યાંક તેની શરૂઆત ધીમી રહી.
4 હજારથી વધુ સ્ક્રિન પર ફિલ્મ
સૂર્યવંશીને ભારતમાં 4 હજારથી વધુ સ્ક્રિન પર રિલીઝ કરવામાં આવી છે. આ સાથે જ વિદેશમાં તેને 1300 સ્ક્રિન પર રિલીઝ કરાઈ. અંદાજો લગાવી શકાય છે કે ફિલ્મ અંગે દુનિયાભરમાં અક્ષયના ફેન્સ કેટલાક આતુર હતા. અત્રે જણાવવાનું કે આ ફિલ્મ માર્ચ 2020માં રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના લોકડાઉનના કારણે ફિલ્મ રિલીઝ ટળી.
દમદાર છે કાસ્ટ
રોહિત શેટ્ટીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં અક્ષયકુમાર ઉપરાંત કેટરીના કૈફ, ગુલશન ગ્રોવર, સિકંદર ખેર, અભિમન્યુ સિંહ, અને જાવેદ જાફરી છે. ફિલ્મમાં રણવીર સિંહ અને અજય દેવગણ કેમિયો રોલમાં છે. સૂર્યવંશીને રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટ, રોહિત શેટ્ટી પિક્ચર્સ, ધર્મા પ્રોડક્શન અને કેપ ઓફ ગુડ ફિલ્મ્સે મળીને પ્રોડ્યૂસ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!