જુઓ આ અલાદ્દીનના કારસ્તાન / જાદુઈ ચટાઈમાં ઉડતો દેખાયો અલાદ્દીન, પહેલા રોડ ઉપર અને પછી પાણીમાં બતાવ્યા કરતબ, લોકો પણ જોઈને રહી ગયા હેરાન, જોઈલો વિડિઓ

અજબ ગજબ ટોપ ન્યૂઝ વર્લ્ડ

આપણે જયારે નાના હતા ત્યારે ઘણી બધી વાર્તાઓ આપણે આપણા બા-દાદા પાસેથી સાંભળી હશે, આ વાર્તાઓમાં ઘણી રાજા-રાણીની તો ઘણી પરીઓની વાર્તાઓ હશે, પરંતુ એમાં કેટલીક એવી વાર્તાઓ હતી જે આપણા માટે પણ યાદગાર બની ગઈ, એ અલીબાબા ચાલીસ ચોર અને અલાદ્દીનની વાર્તાઓ હતી. આવી વાર્તાઓ ઉપર ટીવી સિરિયલો અને ફિલ્મો પણ ઘણી બની છે.

ક્યારેક ક્યારેક આપણા મનમાં પણ એવું થાય કે શું આ વાર્તામાં જે હતું એ બધું સાચું હશે ? પરંતુ હાલમાં એક એવો નજારો જોવા મળ્યો જેના કારણે તમારી આ કલ્પના હકીકતમાં બનતી જોવા મળી. જ્યાં એક વ્યક્તિ અલાદ્દીનની જાદુઈ ચટાઈ ઉપર રોડ અને પાણીની અંદર અજીબો ગરીબ કરતબ બતાવતો જોવા મળ્યો જેને જોઈને લોકો પણ હેરાન રહી ગયા.

આ ઘટના જોવા મળી હતી દુબઈમાં. જ્યાં લોકોને અલાદ્દીન રોડ ઉપર ઉડતો જોવગા મળ્યો. એટલું જ નહીં તે સમુદ્રની લહેરો ઉપર પણ ઉડતો નજર આવ્યો હતો. દુબઈના આ વ્યક્તિએ એવો જુગાડ લગાવ્યો કે તેના જુગાડને કોઈ સમજી જ ના શક્યું. આ વ્યક્તિ અલાદ્દીનના ગેટઅપમાં સજેલો હતો અને સડસડાટ એક ચટાઈ ઉપર ઉડી રહ્યો હતો.

રોડ ઉપર આ વ્યક્તિને જોનારા લોકો પણ હેરાન રહી ગયા અને ઘણા લોકો તેનો વીડિયો પણ બનાવવામાં લાગી ગયા. આ આખી જ ઘટનાનો વીડિયો પણ તે વ્યક્તિએ તેની યુટ્યુબ ચેનલ ઉપર શેર કર્યો છે. આ વ્યક્તિએ એક પાઇપ ફ્રેમને ઇલેક્ટ્રોનિક લોન્ગ બોર્ડ ઉપર ફિક્સ કરી અને પછી તેના ઉપર એક ચટાઈ લગાવી દીધી.

આ રીતે તેને ઓપ્ટિકલ ઈલ્યુઝન ક્રિએટ કરીને જાદુઈ ચટાઈ બનાવી. પાણી માટે બનાવવામાં આવેલી ચટાઈમ નીચે ઈ-ફોઈલ બોર્ડનો ઉપયોગ કર્યો. જે સર્ફબોર્ડ જેવું હોય છે. તેના બાદ આ વ્યક્તિએ પહેલા રોડ ઉપર અંતર કાપ્યું અને પછી તે સમુદ્રની લહેરો ઉપર પણ ઉડતો નજર આવ્યો. આ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવેલું આ યંત્ર ખુબ જ શાનદાર દેખાઈ રહ્યું હતું. જેને પણ તેને જોયું તે બસ તેને જ જોતું રહી ગયું.

એક વ્યક્તિ અલાદ્દીનની જાદુઈ ચટાઈ ઉપર રોડ અને પાણીની અંદર અજીબો ગરીબ કરતબ બતાવતો જોવા મળ્યો જેને જોઈને લોકો પણ હેરાન રહી ગયા. આ ઘટના જોવા મળી હતી દુબઈમાં. જ્યાં લોકોને અલાદ્દીન રોડ ઉપર ઉડતો જોવગા મળ્યો. એટલું જ નહીં તે સમુદ્રની લહેરો ઉપર પણ ઉડતો નજર આવ્યો હતો. દુબઈના આ વ્યક્તિએ એવો જુગાડ લગાવ્યો કે તેના જુગાડને કોઈ સમજી જ ના શક્યું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.