પોલીસને ચીમકી આપવાનો પ્રયાસ / પોલીસની વર્દીમાં કરતા હતા દારૂની હેરફેર, જુઓ વલસાડ પોલીસે એવો ખેલ પડ્યો કે જાણીને હલબલી જશો

વલસાડ

વલસાડ જિલ્લાના પારડી પોલીસે બે ઈસમની ધરપકડ કરી છે. જેમાં એક વ્યક્તિને પોલીસ બનવાનો ભારે શોખ છે. ગામમાં લોકોનું કરી નાખનાર મુકેશ મોદી નામનો આ ઇસમ દમણથી વલસાડ તરફ દારૂની હેરાફેરી કરતા ઝડપાઈ ગયો છે. પોતાની કારમાં વર્દી રાખી નાના પોલીસવાળાઓને ચકમો આપી દારૂની હેરાફેરી કરતો હવે જેલના સળિયા ગણી રહ્યો છે.

ગુજરાતમાં દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગરો મેદાને પડ્યા હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દમણથી મોટાપાયે વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવા અવનવા પ્રયાસો બુટલેગરો કરતા હોય છે. ત્યારે વલસાડ પોલીસ પણ એક્ટિવ જોવા મળતી હોય છે અને છાશવારે પેટ્રોલિંગ દરમિયાન લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાતો હોય છે. ત્યારે વલસાડના પારડી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક કારને રોકી તેમાંથી તપાસ કરતા મોટી સંખ્યામાં વિદેશી દારૂની બોટલ મળી આવી હતી..

ઘટનાની વિગતે વાત કરીએ તો પારડી પોલીસ મથકના પીએસઆઇ કે.એમ. બેરિયાની ટીમને મળેલ બાતમીના આધારે નેશનલ હાઈવે ન. 48 ખડકી એપીકલ હોટલ પાસે કાર ન. જી.જે. 15 સી.એ. 7600 ને રોકી હતી. કારમાં તપાસ કરતા વિદેશી દારૂ દારૂ, 1.50 લાખ રોકડા સહિત 5 લાખ 10 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપી ધરમપુરના મુકેશ અરવિંદ મોદી અને સુરત અડાજણના આશિષ દલપતભાઈ મોદીને પોલીસે ઝડપી પાડ્યા હતા.

ખડકી હાઇવે પર કારમાં દારૂ લઇ જતા રોકડા દોઢ લાખ સાથે બે આરોપી ઝડપાયા હતા. પારડી પોલીસને બે આરોપી પૈકી ધરમપુરનો આરોપી મુકેશ મોદી પાસેથી પ્રેસનું કાર્ડ અને ખાકી શર્ટ મળી આવ્યો હતો. આમ ખાખી વર્દીની આડમાં દમણથી વલસાડ તરફ કારમાં મોટી માત્રામાં હેરાફેરી કરાતા દારૂ અને પારડી પોલીસે ઝડપી પાડ્યો હતો. પારડી પોલીસે રોકડા દોઢ લાખ, કાર સહીત 5.10 લાખનો મુદ્દામાલ, પ્રેસ કાર્ડ, ખાકી પોલીસ જેવો શર્ટ કબ્જે કર્યો હતો. જયારે માલ ભરાવનાર દમણના ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

ધરમપુરનો વતની મુકેશ મોદી અગાઉ પણ અનેક વિવાદોમાં ફસાઈ ચુક્યો છે. ત્યારે ફરી એકવાર દારૂની હેરાફેરીમાં ઝડપાયેલ મુકેશ મોદીએ આ વખતે પોલીસની નકલી વર્દીનો ઉપયોગ કરી પોલીસને પણ પડકાર ફેંક્યો છે. ત્યારે પારડી પોલીસે પણ કોઈપણ જાતની શરમ વગર મુકેશ મોદી અને તેના સાગરીતની ધરપકડ કરી લીધી છે. પારડી પોલીસ આરોપીઓના રિમાન્ડ મેળવી ભૂતકાળમાં પોલીસની નકલી વર્દીનો કેટલો દુરુપયોગ કર્યો છે તે મામલે પણ તપાસ શરૂ કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.