હેવાનિયતની હદ પાર / યુવતી પર સામુહિક ગેંગરેપ તો કર્યો પછી દારૂ માફિયાઓએ યુવતીના વાળ કાપ્યા, મોઢું કાળું કરીને સરઘસ કાઢ્યું : જુઓ વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

દિલ્હીના કસ્તૂરબા નગરમાં એક યુવતી સાથે ગેરવર્તણૂંકની ઘટના સામે આવી છે. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં કેટલીક મહિલાઓ પીડિતાને બજારમાં બધાને સામે વાળ કાપીને તેનો ચહેરો કાળો કરી ઘૂમાવતી જોવા મળે છે. દિલ્હી મહિલા આયોગે આ ઘટનાને ગંભીરતાથી લઈ દિલ્હી પોલીસને એક નોટિસ ફટકારી છે. આ સાથે જ આયોગના અધ્યક્ષ સ્વાતિ માલિવાલે પીડિતાની મુલાકાત પણ કરી છે.

ચપ્પલની માળા પહેરીને ફેરવી
આયોગના જણાવ્યાં મુજબ કસ્તૂરબા નગરમાં 20 વર્ષની છોકરીનો ગેરકાયદેસર દારૂ વેચનારા દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો. એટલું જ નહીં તેના વાળ ઉતારી, ચપ્પલની માળા પહેરાવી આખા વિસ્તારમાં મોઢું કાળું કરીને ફેરવી. આ બાજુ મહિલા આયોગે આ ઘટનામાં દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે. આ સાથે જ આયોગે માંગણી કરી છે કે તમામ આરોપીઓ જેમાં પુરુષો-મહિલાઓ સામેલ છે તેમની ધરપકડ કરવામાં આવે અને યુવતી તથા તેના પરિવારને સુરક્ષા આપવામાં આવે.

તે ઘરમાં અનેક મહિલાઓ ઊભી હતી
દિલ્હી મહિલા અધ્યક્ષ સ્વાતી માલિવાલે જણાવ્યું કે 20 વર્ષની યુવતીને તે ઘરમાંથી ઉઠાવીને લઈ ગયા અને ત્રણ લોકોએ સામૂહિક દુષ્કર્મ કર્યું. તે સમયે તે ઘરમાં અનેક મહિલાઓ પણ ઊભી હતી જે યુવકોને વધુ ભડકાવી રહી હતી. તે યુવતીના માથાના વાળ કાપી લેવાયા અને તેને ચપ્પલનો હાર પહેરાવવામાં આવ્યો. ચહેરો પણ કાળો કરી દેવાયો.

યુવતીની સાથે મારપીટ કરીને તેને એક કલાક સુધી બજારમાં ફેરવવામાં આવી. દિલ્હી પોલીસને આ ઘટના અંગે નોટિસ આપવામાં આવી છે. આ ઘટનામાં સામેલ લોકોની ધરપકડ કરવામાં આવે અને યુવતીને સુરક્ષા આપવામાં આવે. હકીકતમાં આ ઘટના પાછળ પાડોશીઓની કોઈ જૂની અદાવત હોવાનું કહેવાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ પીડિત મહિલા પરણીત છે અને તેનું એક બાળક પણ છે. જ્યારે પાડોશમાં એક યુવક દ્વારા આત્મહત્યા કરવાનું કારણ પીડિતા સાથે જોડવામાં આવી રહ્યું છે. પીડિતાની બહેનના જણાવ્યાં મુજબ પાછળ પાડોશમાં એક યુવક રહેતો હતો. બાદમાં તે યુવકે 12 નવેમ્બરના રોજ આત્મહત્યા કરી લીધી જેના કારણે યુવકના પરિજનોને લાગતું હતું કે આ તેમનો છોકરો મરી ગયો.

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પોલીસને નોટિસ પાઠવી
આ ઘટનાની નોંધ લેતા દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે. સ્વાતિએ ટ્વિટ કર્યું, કસ્તુરબા નગરમાં 20 વર્ષની યુવતી પર ગેરકાયદેસર દારૂ વેચનારાઓએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો છે, તે યુવતીના વાળ કાપી નાંખ્યા હતા, બાદમાં ચપ્પલનો હાર પહેરાવી તેનું મોઢું કાળું કરીને તેને સમગ્ર વિસ્તારમાં ફેરવી હતી. હું દિલ્હી પોલીસને આ બાબતે નોટિસ જારી કરું છું તમામ ગુનેગાર પુરુષો અને સ્ત્રીઓની ધરપકડ કરવી જોઈએ અને યુવતી અને તેના પરિવારને સુરક્ષા આપવી જોઈએ.

દિલ્હીના સીએમ કેજરીવાલે પણ આ ઘટનાની નિંદા કરી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ મામલાની નિંદા કરી છે. સ્વાતિ માલીવાલના ટ્વીટને રીટ્વીટ કરતા તેણે લખ્યું, ‘આ ખૂબ જ શરમજનક છે. ગુનેગારોમાં આટલી હિંમત કેવી રીતે આવી? હું કેન્દ્રીય ગૃહપ્રધાન અને ઉપરાજ્યપાલને વિનંતી કરું છું કે તેઓ પોલીસને કડક કાર્યવાહી કરવા, કાયદો અને વ્યવસ્થા પર ધ્યાન આપવા સૂચના આપે. દિલ્હીવાસીઓ આવા જઘન્ય અપરાધ અને ગુનેગારોને કોઈપણ કિંમતે સહન કરશે નહીં.

છોકરાની આત્મહત્યા બાદ યુવતીની સાથે ક્રૂરતા
અહેવાલો અનુસાર, શાહદરામાં નવેમ્બર 2021માં એક છોકરાએ આત્મહત્યા કરી હતી. આ પછી તેના પરિવારના સભ્યોએ કહ્યું કે તેમના છોકરાએ છોકરીના કારણે આત્મહત્યા કરી છે. આ છોકરો હંમેશા તે છોકરીની પાછળ પડી રહેતો હતો. બીજી તરફ પીડિતાની બહેને પણ આ મામલે પોતાનો પક્ષ રાખ્યો છે. તેણે કહ્યું કે પીડિત બહેન પરિણીત છે અને તેને એક સંતાન પણ છે. છોકરાએ આત્મહત્યા કર્યા બાદ તે ભાડાના મકાનમાં રહેતી હતી. છોકરાના કાકાએ કડકડડૂમાથી તેનું અપહરણ કર્યું અને પછી તેની સાથે ક્રૂરતા આચરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. ?

?  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.?


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *