વડોદરામાં પ્રિવેન્સ ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB)એ ફિલ્મી સ્ટાઇલમાં દૂધના ટેમ્પામાં ખાનું બનાવી દારૂનો જથ્થો લઇ જતા બે શખસને ઝડપી પાડ્યા હતા. વડોદરામાં બરોડા ડેરીના દૂધના ટેમ્પોમાંથી દારૂ ઝડપાયો હતો. બૂટલેગરો દ્રારા દૂધના ટેમ્પામાં ખાનું બનાવીને દારૂના જથ્થાની હેરાફેરી થઇ રહી હતી. રાજસ્થાનના બે આરોપીને વોન્ટેડને જાહેર કરાયા અને ટેમ્પોનો માલિક પંચમહાલનો છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતરમાં આવેલી સાઉથની ફિલ્મ ‘પુષ્પા’ માં ચંદનના લાકડાની દૂધના ટેન્કરની આડમાં ચોરી કરવામાં આવતા હોવાનું જોવા મળ્યું હતું. ફિલ્માં જેમાં આ કૌભાંડ પોલીસના હાથે ઝડપાઇ જાય છે તેમ વડોદરામાં પણ દૂધના ટેમ્પામાં ખાનું બનાવી દારૂનો જથ્થો ઘુસાડતા બે લોકો પકડાઇ ગયા છે.
PCBના હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્ર ચંદ્રકાંત અને દિપેશસિંઘને બાતમી મળી હતી કે, કેટલાક શખસો દૂધના ટેમ્પોમાં ચોર ખાનું બનાવી ઇંગ્લિશ દારૂ વડોદરા શહેરમાં ઘુસાડી રહ્યા છે.
જેના આધારે આજે નેશનલ હાઇવે 48 પરથી પસાર થતાં ટેમ્પોને એલ એન્ડ ટી નોલેજ સિટી પાસે અટકાવી તેમાં તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 3 લાખ 74 હજારની કિંમતની 3744 નંગ દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી.
પોલીસ આ મામલે પુષ્કર ગણેશલાલ (રહે. ગામ. તારાવટ, વલ્લભનગર, જિલ્લો. ઉદેપુર, રાજસ્થાન) અને વેનીરામ સુખલાલ પટેલ (રહે. ગામ. બેસરાકલા, જિલ્લો-ઉદેપુર, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ 7 લાખ, 60 હજાર 900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મામલે રાજુ પટેલ (રહે. ગામ. ઢાવા, રાજસ્થાન) અને રામલાલ પટેલ (રહે. રાજસ્થાન)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે દુધ સપ્લાયનો ટેમ્પો (GJ-23-Y-8737)નો માલિક નરવતસિંહ અભેસિંહ બારીયા (રહે. વઢેલ ફળીયું, ચલાલી, પંચમહાલ) હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!