સુરતમાં ‘ગ્રીષ્મા’ ની અંતિમ સફર / સમગ્ર ગુજરાત હીબકે ચડ્યું, માતા-પિતા અને આખો સમાજ ચોધાર આંસુએ વિદાય આપવા મજબૂર, જુઓ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

ટોપ ન્યૂઝ સુરત

સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની અંતિમયાત્રા નીકળી છે. માતા પિતા અને આખો સમાજ ચોધાર આંસુએ વિદાય આપી રહ્યો છે, ત્યારે દરેકની આંખો એક અલગ જ કહાની બયાન કરી રહી છે. ગ્રીષ્માની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. તમને જણાવી દઈએ કે ગ્રીષ્માના પિતા વિદેશમાં હોવાથી તેની બે દિવસ અંતિમયાત્રા કરવામાં આવી નહોતી. આજે જ્યારે તેના પિતા આવ્યા ત્યારે દીકરી સાથે બનેલી ઘટના સાંભળીને સ્થિતિ કપરી બની હતી. ગ્રીષ્માની પાલખી પાસે પિતા, માતા, ભાઈ અને પરિવારજનો વિલાપ કરી રહ્યા છે. આખી સોસાયટી શોકમગ્ન બની ગઈ હતી. સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે. પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે.

તમને જણાવી દઈએ કે કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક એકતરફી પ્રેમમાં યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળું કાપી કરેલી હત્યાથી રાજ્યભરમાં ચકચાર મચી છે. સરેઆમ તમામ લોકોની હાજરીમાં યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. ત્યારે, ગ્રીષ્માના મૃતદેહનો આજે અંતિમસંસ્કાર કરવામાં આવશે. ગ્રીષ્માના અંતિમસંસ્કારમાં સુરત આખું હિબકે ચડે અને મોટી સંખ્યામાં લોકો તેના અંતિમસંસ્કારમાં જોડાઈ શકે છે. જેના કારણે સુરક્ષાના કારણોસર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

12 ફેબ્રુઆરીના રોજ સુરતના કામરેજ તાલુકામાં ગ્રીષ્મા વેકરીયા નામની દીકરીને એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં જ ઘાતકી હત્યા કરી મોતને ઘાટ ઉતારી હતી, આ ઘટનાથી સમગ્ર ગુજરાત હચમચી ઊઠયું હતું. દીકરીના પિતા આફ્રિકા હોવાથી, બે દિવસ સુધી અંતિમ સંસ્કાર કરવામાં નહોતા આવ્યા પરંતુ આજે વહેલી સવારે ગ્રીષ્માની અંતિમયાત્રા કાઢવામાં આવી છે.

સમાજની દિકરી ની અંતિમ યાત્રામાં હજારો લોકો ઉમટ્યા છે. કેટલાય આગેવાનો સહિત ઘણા યુવાનો વહેલી સવારે ગ્રીષ્માની અંતિમયાત્રામાં જોડાયા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ પણ અંતિમ યાત્રામાં જોડાઈ રહી છે. સમાજના દરેક લોકો દિકરીને ચોધાર આંસુએ વિદાય આપી રહ્યા છે.

બીજી તરફ અંતિમયાત્રા ને લઈને સોસાયટીને ગાર્ડન કરવામાં આવી છે. અંતિમયાત્રામાં પોલીસનું પણ ચુસ્ત રીતે બંદોબસ્ત કરવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યું છે. ખાસ તો સુરત બોર્ડરથી અશ્વિનીકુમાર સુધી સ્પેશ્યલ બ્રાન્ચને જવાબદારી સોંપવામાં આવી છે. અંતિમયાત્રામાં ઘણા લોકો જોડાઈને સમાજ ની દીકરીને ભાવભીની વિદાય આપી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by VS24_NEWS (@vs24_news)

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/15/1-grishma-surat-antim-yatra2_1644897948/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.