વાહ દિલદાર વાહ / જુઓ કિશન ભરવાડની 20 દિવસની દીકરીની તમામ જવાબદારી આ ખાસ વ્યક્તિએ લીધી, જાણો કોણ છે એ દિલદાર

ગુજરાત ટોપ ન્યૂઝ

ધંધૂકામાં કિશન ભરવાડ નામના યુવકની ધોળે દિવસે સરાજાહેર હત્યા બાદ આખા ગુજરાતમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકોએ હત્યારોને કડડમાં કડક સજા કરાવવાની માંગ કરી છે. અનેક લોકોએ કિશન ભરવાડના જઈને તેમના પરિવારને સાંત્વના આપી હતી. ખુદ રાજ્યના ગુહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ધંધૂકા જઈ પરિવારને મળીને કિશન ભરવાડની દીકરીને ખોળામાં લીધી હતી. કિશન ભરવાડની દીકરીને હાથમાં લેતા જ હર્ષ સંઘવી ભાવુક થઈ ગયા હતા. પ્રાર્થના સભામાં હાજર સૌ કોઈની આંખો નમ થઈ ગઈ હતી.

કિશન ભરવાડની હત્યા પછી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઝેરોક્સની દુકાન ચલાવી પરિવારનું પેટ ભરતાં કિશનની હત્યાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે, ત્યારે સૌના મનમાં એ જ સવાલ હતો કે કિશન ભરવાડની 20 દિવસનું દીકરીનું શું થશે? આ સંકટના સમયે ભરવાડ સમાજના એક મોભી આગળ આવ્યા અને તેમણે દીકરીની જવાબદારી ઉપાડી દીધી છે.

કિશનની દીકરીના શિક્ષણથી લઈને લગ્ન સુધીને તમામ જવાબદારી ભરવાડ સમાજના દાનવીર વિજયભાઈ ભરવાડે સ્વીકારી છે. માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ ભરવાડે ખુદ ધંધૂકા આવી આ જવાબદારી ઉપાડી હતી. હર્ષ સંઘવીની મુલાકાત વખતે તેઓ પણ જાતે હાજર હતા.

હાલ સુરતમાં રિયાલિટી સેકટર સાથે સંકળાયેલા વિજયભાઈ ભરવાડની આ કામગીરીને માલધારી સમાજે બિરદાવી હતી. હર્ષ સંઘવીએ પણ તેમના વખાણ કર્યા હતા. સોશ્યલ મીડિયા પર પણ લોકોને તેમને શાબાશી આપી રહ્યા છે. ખરા સંકટના સમયમાં સમાજના નાનામાં નાના માણસો સાથે ઉભા રહેવા માટે બદલ સમાજ તરફથી ઋણ અદા કરી રહ્યા છે.


મુળ ભડિયાદ (પીર)ના વતની અને હાલ સુરતમાં રહેતા વિજય ભરવાડ અનેક સેવા કાર્યો કરે છે. ખાસ કરીને યુવાઓમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ લાવવાનું કામ કરે છે. તેઓ ગોકુલ ડેવેલોપર્સના બેનર નીચે રિયાલિટી સેક્ટર સાથે સંકળાયેલા છે. તેઓ આ સાથે ખેતી અને પશુપાલનનો વ્યવસાય પણ કરે છે.

વિજયભાઈ ભરવાડ આ સિવાય આરોગ્ય કેમ્પ, વૃક્ષારોપણ, બ્લેડ ડોનેશન કેમ્પ, અનાજ વિતરણ, વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં સહાય જેવા અનેક સેવા કાર્યો કરે છે. લોકો તેમને માલધારી સમાજના ભામાશા તરીકે પણ ઓળખે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.