ખુલ્લેઆમ લૂંટફાટ / બે ગુનેગાર ગ્રાહક બનીને આરામથી જ્વેલર્સમાં આવ્યા, ત્યારબાદ અચાનક થયું એવું કે દુકાનદારને માથામાં બે ગોળી મારી અને પછી…. : જુઓ વિડિઓ

ઇન્ડિયા

બિહારના પટનામાં ભર બપોરે બનેલી ઘટના

બિહારના પટનમાંથી લૂટની ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. રાજીવનગર રોડ નંબર 16માં સુહાગન જ્વેલર્સના માલિક રાકેશ સોનીને જે ગુનેગારોએ દુકાનમાં જઈને ગોળી મારી તે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. ગુરુવારે સામે આવેલા આ CCTV ફુટેજમાં સમગ્ર ઘટના સ્પષ્ટપણે જોવા મળી હતી. દુકાનના કાઉન્ટરની અંદર રાકેશ સોની બેઠા હતા. તેમની બન્ને બાજુ સ્ટાફના એક-એક કર્મચારી હતા. ફુટેજમાં જોવા મળે છે કે ત્રણ મહિલા સહિત ચાર ગ્રાહક જ્વેલરીની ખરીદી માટે અગાઉથી જ ત્યાં બેઠા હતા.

તે સમયે દુકાનમાં ગ્રાહક બનીને બે ગુનેગાર પ્રવેશ કરે છે. એક ગુનેગારે લાલ રંગની હુડી તો અન્યએ બ્લૂ રંગનું સ્વેટર પહેરી રાખ્યું હતું. થોડા સમય માટે ત્યાં ગ્રાહક બની રાકેશ સોની સામે બેસે છે. ત્યારબાદ બન્ને દુકાનદાર સાથે વાતચીત કરે છે. ત્યારબાદ તેઓ પોતાની અસલિયત પર આવી ગયા. ગુનેગારોએ પોતાના સરગના પંકજ શર્માનું નામ લઈ જોરથી બૂમ પાડી. જેને સાંભળી ત્યાં બેઠેલી મહિલા ગ્રાહકો ડરી ગઈ અને ગુનેગાર તરફ જોવા લાગી.

તે સમયે બ્લૂ સ્વેટર પહેરીને આવેલો ગુનેગાર ઉભો થઈ ગયો. આ સમયે બન્નેએ પિસ્તોલ કાઢી અને સૌથી પહેલા રેડ કલરની હુડી પહેરેલ વ્યક્તિએ દુકાનદાર રાકેશ સોનીના માથા પર ગોળી મારી દીધી, ત્યારબાદ બ્લૂ સ્વેટરવાળા ગુનેગારે જાંઘ પર ગોળી ચલાવી. બન્ને ગોળી વાગતા રાકેશ સોની નીચે પડી ગયા. બન્ને ગુનેગાર મહિલા ગ્રાહકો અને સ્ટાફને ધમકાવવા લાગ્યા અને ત્યારબાદ ત્યાંથી ભાગી છૂટ્યા.

આ ગુનેગારોએ ભાગતી વખતે નજીક આવેલી પ્રેમા સ્કૂલ પાસે હવામાં ત્રણ ગોળી ચલાવી હતી. શાળાના ગેટની પાસે બે બાઈક અગાઉથી જ હતા. કુલ 4 ગુનેગાર આવ્યા હતા અને ત્યાથી ભાગી છૂટ્યા. બુધવારે ભાસ્કર શાળા પાસેના CCTV ફુટેજ મારફતે ચારેય ગુનેગારની ગતિવિધિને દર્શાવી ચુક્યું છે. આજે તમને દુકાનદારને ગોળી મારવાના ફુટેજ દેખાડી રહ્યા છીએ.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/01/20/78-jweler-shot-prithvy_1642687274/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.