સેલ્ફીના ચાહકો માટે ખાસ / બંદૂક લઈને સેલ્ફી લઇ રહ્યો હતો યુવક, અચાનક થયું એવું કે માથાના ચીથરે ચીથરા ઉડી ગયા, જુઓ આ કારણોસર થયું ઘટનાસ્થળે જ મોત

ઇન્ડિયા

સોશિયલ મીડિયા પર અલગ-અલગ પોઝની સેલ્ફી ડાઉનલોડ કરવાનો ક્રેઝ અનેક વખત જીવલેણ સાબિત થાય છે. આવી જ એક ઘટના રાજસ્થાનના ધૌલપુરમાં સામે આવી છે. અહીં એક કોલેજ સ્ટૂડન્ટે સેલ્ફી લેવાના પ્રયાસમાં જીવ ગુમાવ્યો છે. મોત પછી પરિવાર સ્ટુડન્ટના ગુપચુપ રીતે અંતિમ સંસ્કાર કરવાના પ્રયાસમાં હતા પરંતુ પોલીસને જાણકારી મળી તો પરિવાર પાસેથી ડેડબોડી જપ્ત કરી લીધી.

પોલીસે જણાવ્યું કે ધૌલપુર જિલ્લાના ઉમરેહ ગામમાં રામબિલાસ મીણાના પુત્ર સચિન મીણા (19 વર્ષ) રવિવારે સવારે ઘરની નજીક ખેતરમાં ગેરકાયદે રીતે પડેલી દેશી બંદૂક (કટ્ટા)ની સાથે સેલ્ફી લઈ રહ્યો હતો. આ દરમિયાન મોબાઈલ પર ક્લિક કરવાને બદલે બીજા હાથમાં રહેલી દેશી બંદૂકનું ટ્રિગર દબાવી દીધું. માથા પર મુકેલો કટ્ટો ફાયર થતાં જ તેના માથાના ચિથરા ઉડી ગયા.

ગુપચુપ રીતે બોડી લઈ જવા લાગ્યા, પોલીસે અધવચ્ચે જ રોક્યા
ડોકટર દ્વારા યુવકને મૃત જાહેર કરતાં જ પરિવારના લોકો ઘાંઘા થઈને ડેડબોડીને કોઈ પણ જાતની કાયદાકીય કાર્યવાહી વગર જ ઘરે લઈ જવાની તૈયારી કરી રહ્યાં હતા. આ દરમિયાન પોલીસને આ ઘટનાની માહિતી મળી ગઈને બાડી સદર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ બોડી લઈને જતા વાહનને રસ્તારમાં રોકાવ્યું હતું. પોલીસે ડેડબોડીનો કબજો લઈને સરકારી હોસ્પિટલના મોર્ચ્યુરીમાં રખાવી દીધો.

પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ યોગેન્દ્ર રાજાવતે જણાવ્યું કે પરિવારના લોકોએ સેલ્ફીના ચક્કરમાં યુવકનું મોત થઈ હોવાની માહિતી આપી. હાલ તપાસ ચાલી રહી છે. પરિવારની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહ પરત સોંપવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું કે ગેરકાયદે હથિયારને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.