વાઈરલ વીડિયોના કારણે જેલની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા
ગુજરાતની જેલોમાંથી મોબાઈલ ફોન અને પાન મસાલા ઝડપાવા કોઈ નવા વાત નથી રહી. પરંતુ, હવે તો જેલની અંદર ફાર્મહાઉસની માફક બર્થડે પાર્ટીની ઉજવણી થયાનો વીડિયો વાઈરલ થતા ચકચાર મચી છે. જૂનાગઢ જેલમાં બંધ કેદીએ જેલની અંદર કથિત બર્થડે પાર્ટી ઉજવી હોવાનો વીડિયો વાઈરલ થયા છે. આ વીડિયોમાં કેદીઓ એક નહીં પણ આઠ આઠ કેક કાપતા જોવા મળી રહ્યા છે. વાઈરલ વીડિયોના કારણે જૂનાગઢ જેલની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે. જો કે, જેલ સત્તાવાળાઓએ કહ્યું હતું કે, વાઈરલ વીડિયો ફેબ્રીકેટેડ હોવાની વાતને નકારી શકાય નહીં
જેલમાં બર્થડેની ઉજવણી થઈ રહી હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ થતા ચકચાર મચી છે. આ વીડિયો જૂનાગઢ જેલના હોવાના નામે વાઈરલ થયા છે. વાઈરલ વીડિયોમાં જેલની અંદર જ કેટલાક લોકો ધામધૂમથી બર્થડેની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. એક નહીં પણ આઠ કેક કાપતા અને ફટાકડા ફોડતા પણ જોવા મળી રહ્યા છે. વાઈરલ વીડિયોમાં જેલની બેરેક પણ જોઈ શકાય છે.
સામાન્ય રીતે જેલની અંદર ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી થતી હોય છે. પરંતુ, કોઈ ચોક્કસ કેદીના જન્મદિવસની ઉજવણી શક્ય નથી. તેમ છતાં જૂનાગઢ જેલમાં બર્થડેની ઉજવણી થઈ રહી હોય તેવા વીડિયો વાઈરલ થતા ગંભીર સવાલો ઉઠ્યા છે. સવાલ એ છે કે, જેલની અંદર બર્થડે ઉજવવાની મંજૂરી કોને આપી?
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/09/24-junagadh-jel-jalsa-bharat-shailesh2_1644416990/mp4/v360.mp4 )
જૂનાગઢ જેલમાં કથિત બર્થડે પાર્ટીની ઉજવણી થઈ હોવાના નામે સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યા છે તે ફેબ્રીકેટેડ હોવાની જેલ સત્તવાળાઓએ આશંકા વ્યકત કરી છે. જેલતંત્ર તરફથી રદિયો આપતા જણાવવામાં આવ્યું છે કે જે વાઈરલ વીડિયો છે તે ફેબ્રીકેટેડ હોવાની વાતને નકારી શકાય નહીં. સાથે સત્તાવાળાઓ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, વાઈરલ વીડિયોમાં જે બે કાચા કામના કેદીઓ દેખાઈ રહ્યા છે તેમાનો એક લખન મેરુભાઈ ચાવડા 22 ડીસેમ્બરે જેલમુક્ત થઈ ચૂક્યો છે. જ્યારે યુવરાજ પ્રતાપભાઈ માંજરીયા નામનો કાચા કામનો કેદી હાલ જૂનાગઢ જેલમાં જ બંધ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!