અલ્પેશ ઠાકોરનો હુંકાર / BJPના અલ્પેશ ઠાકોરે કાયદો અને વ્યવસ્થાને લઈને વરાળો બહાર કાઢી, ‘ગ્રીષ્મા’ ની હત્યા વિષે આપ્યું મોટું નિવેદન : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ગુજરાત

સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની થયેલી નિર્મમ હત્યાના બનાવને લઈને લોકોમાં રોષ

સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની થયેલી નિર્મમ હત્યાના બનાવને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે જાહેર મંચ પરથી રોષ ઠાલવ્યો છે. અલ્પેશ ઠાકોરે પોતાની રિવોલ્વરથી ગોળી મારીને હત્યારાને પતાવી દેવાની વાત કરી હતી. યુવાનોને બહેન-દીકરીઓ માટે માથું આપવું પડે તો આપી દેવા જણાવ્યું હતું.

દીકરીઓ માટે માથું આપવું પડે તો આપી દેવાનું: અલ્પેશ ઠાકોર
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા ખાતે પાટોત્સવમાં હાજરી આપવા આવેલા અલ્પેશ ઠાકોરે સુરતની ઘટનાને આકરા શબ્દોમાં વખોડી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આવા બનાવો વધી રહ્યાં છે. કેટલાંક અસામાજિક તત્ત્વો છડેચોક બહેન-દીકરીઓ પર ત્રાસ ગુજારતાં થયાં છે. બે દિવસ પહેલાં જ સુરતમાં કાળજું કંપાવી નાખે એવી ઘટના બની. આ ઘટના જોઇને ગમેતેવા મજબૂત માણસની આંખમાંથી આંસુ નીકળી જાય. લોકોની વચ્ચે જાહેરમાં એક નરાધમ દીકરીને છરી મારી દે. કાળજું કાંપી ઊઠે, મને પોતાને એવું થયું કે મારી રિવોલ્વરથી આ નરાધમને ગોળી મારી દઉં.. આ બધું કેવી રીતે ચાલે? હું મારા યુવાનોને કહું છું કે ક્યાંય પણ દીકરીઓ માટે માથું આપવું પડે તો આપી દેવાનું, પણ આવા લોકોને ઊંચા નહીં થવા દેવાના.

અલ્પેશ ઠાકોરે પોતાની રિવોલ્વરથી ગોળી મારીને હત્યારાને પતાવી દેવાની વાત કરી
ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં હમણાંથી અનેક બનાવો બની રહ્યા છે. કેટલાંક અસામાજિક તત્વો છડેચોક આપણી મા, બહેન દિકરીઓ પર આંખ મારતા થયા છે. બે દિવસ પહેલાનો, ગઈકાલનો એક બનાવ જે સુરતમાં બન્યો.. જે ગમે તેવો મજબૂત માણસ હોય તેનું શરીર, દિલ ચોંધાર આંસુએ રડી જ પડે છે. ગમે તેવો માણસ હોય તે પણ હચમચી જાય તેવો બનાવ સુરતમાં બન્યો.. હું ભોળાનાથને પ્રાર્થના કરું છું કે મારા ગુજરાતમાં આવા બનાવો ના બને.

આ નિવેદન વખતે લોકોએ તાળીઓ પાડી અલ્પેશ ઠાકોરને વધાવ્યા હતા. ત્યારે અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે આ તાળીઓ પાડવાની વાત નથી. વાત છે આપણે બધાએ સજાગ રહેવાની. શું અપરાધ કે એક દીકરીનો કે સામે તેના કાકા, તેના ભાઈ સહિત બસો પાંચસો લોકો હતા. ત્યારે કોઈ લબરમૂછિયો પોતાની જાતને હિરો સમજાતો હોય તેવો નરાધમ જાહેરમાં દીકરીની ગળા પર છરી મારી દે… સાહેબ હૃદય કંપી ઉઠે. મને પોતાને એકવાર એવું થયું હતું કે મારી રિવોલ્વરથી આને જાહેરમાં ગોળીઓ મારી નાંખું. યાર આ બધામાં કેવી રીતે જીવ ચાલે, એક દીકરી કે જેની સાથે જે ઘટના બની તેનો એક ફોટો આપણાથી જોવાતો નથી.

અલ્પેશ ઠાકોરે ભાર પૂર્વક જણાવ્યું હતું કે, હું યુવાનોને કહું છું કે આવું ક્યાંય પણ બનતું હોય.. કોઈના બાપની શરમ રાખ્યા વિના મા બહેન માટે માથું આપવું પડે તો આપી દેવાનું, પણ આવા લોકોને ઉંચા નહીં થવા દેવાના…

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/15/12-alpesh-thakor-grishma_1644911944/mp4/v360.mp4 )

નોંધનીય છે કે, કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા નજીક એકતરફી પ્રેમમાં યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળું કાપી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. મૃતક યુવતીના પરિવારે માગ કરી છે કે, હત્યારાને જાહેરમાં ફાંસી આપવામાં આવે. અગાઉ મૃતક યુવતીના પરિવારે અગાઉ હત્યારા યુવકને વારંવાર સમજાવ્યો હતો. 7-7 વાર આરોપી અને યુવતીના પરિવાર વચ્ચે સમાધાન પણ થયું હતું. તેમ છતાં આરોપીની કરતુત સામે બદનામીના ડરથી યુવતીના પરિવારે પોલીસ ફરિયાદ નહોતી કરી અને આ હત્યા કેસમાં આરોપી યુવકના પિતાએ પણ કહ્યું છે કે, મારો જ સિક્કો ખોટો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.