એવું તો શું ખાસ છે? / હંમેશા PM મોદીના કાફલામાં સામેલ હોઈ છે આ કાર, જાણો એવું તો શું આ કારમાં છે જે મોદીની સુરક્ષાનું ‘બ્રહ્માસ્ત્ર’ કહી શકાય

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં એક ખાસ ડિવાઇસ ધારક કાર હંમેશા તેમની સાથે જ રહે છે, જાણો શું છે ખાસિયત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને એજન્સીઓને અલગ જ પડકારો આવે છે, પ્રધાનમંત્રી ઘણીવાર લોકોની વચ્ચે જતાં રહે છે જે સીધે સીધું પ્રોટોકોલનો ભંગ છે. જોકે તેમની સુરક્ષામાં કોઈ કસર છોડવામાં આવતી નથી અને દેશના સૌથી ખાસ ટોપ કમાન્ડો તેમની સાથે જ રહે છે.

જો તમે પણ કોઈ મોટી રેલી કે જનસભામાં ગયા હશો તો તમને પણ અનુભવ થયો હશે કે જો તમે મોટા રાજનેતાનાં કાફલાની નજીક પહોંચો, સ્માર્ટફોનનાં સિગ્નલ નથી આવતા. લોકોને થાય છે કે આ સમસ્યા કોઈ ટેકનિકલ ખામીના કારણે હોય શકે છે પરંતુ આવું નથી.

મોબાઈલ ફોનનાં કારણે રાજનેતાઓની સુરક્ષાને લઈને ખતરો ઊભો થાય છે અને તેનો ખોટો ઉપયોગ થઈ શકે છે. એવામાં સુરક્ષા એજન્સીઓ એવું ડિવાઇસ લગાવે છે જેથી રાજેનતા જ્યારે ગાડીમાં હોય તો આસપાસનાં લોકો ફોન વાપરી શકે નહીં.

જે નેતા કે વ્યક્તિની સુરક્ષા વધારવામાં આવી હોય તેના વાહનમાં આ પ્રકારનું ડિવાઇસ લગાવવામાં આવે છે. કાફલાની એક મોટી કારની અંદર આ ડિવાઇસને ફીટ કરવામાં આવે છે, સ્માર્ટફોનનાં ખાસ જામર પણ તેમાં જ લગાવવામાં આવે છે. જેથી આ કારની આસપાસનાં તમામ લોકોના ફોનનાં સિગ્નલ જામ થઈ જાય છે. જેથી જે તે વ્યક્તિ સંવાદ કે સંચાર કરી શકતો નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જ્યાં જાય છે ત્યાં આ જામરની કાર પણ તેમની સાથે જ ચાલે છે.

સામાન્યપણે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી જેવા મોટા નેતાઓનાં કાફલામાં આ કાર જોવા મલે છે. સુરક્ષાકારણોસર આ કારનો ઉપયોગ કરવામાં આવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.