નવરાત્રીમાં જોખમ / નવી સિસ્ટમ સક્રિય થતા અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આ મોટી આગાહી, જુઓ નવલા નોરતામાં આ તારીખે મન મૂકીને વરસશે મેઘરાજા

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતમાં ભાદરવા મહિનામાં વરસાદ મન મૂકીને હાલ વરસી રહ્યો છે ત્યારે લોકો વરસાદ ક્યારે વિદાય લેશે તેની રાહ જોઈ રહ્યા છે .તેની વચ્ચે ગાંધીનગરથી હવામાન શાસ્ત્રી અંબાલાલે વરસાદને લઈ મોટી આગાહી કરી છે .

દોસ્તો થોડા દિવસ પછી નવરાત્રી બેસવાની છે .અને આ વર્ષે ચોમાસુ પણ મોડું બેસ્યું છે જેના લીધે હજુ પણ 15 એક દિવસ સુધી વરસાદ ખેંચાય તેવી શક્યતાઓ છે. આ વખતે હવામાન શાસ્ત્રીય અંબાલાલે નવરાત્રીમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

દોસ્તો ચોમાસુ છેલ્લા ચરણોમાં છે ત્યારે મેઘરાજા જતા જતા પણ મહેરબાન થવાના મૂળમાં છે હવામાન વિભાગ એ પણ આગામી પાંચ દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે .ગુજરાતમાં ભાદરવા મહિનામાં મુસરદાર વરસાદ વરસી રહ્યો છે.

ત્યારે બીજી બાજુ હવામાન શાસ્ત્રીય અંબાલાલ પટેલ દ્વારા ખેલૈયાઓ માટે ખૂબ જ માઠા સમાચાર આપી દીધા છે અને તેમણે જણાવ્યું છે કે નવરાત્રિના નવે નવ દિવસ વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

આવી આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તેમની આગાહી મુજબ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનતા આગામી દિવસોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. આગાહી મુજબ 23 સપ્ટેમ્બર અને ત્યારબાદ વરસાદી માહોલ રહેવાનો છે.

આ વખતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં છ ઇંચ કરતાં વધારે વરસાદની શક્યતાઓ રહેલી છે. વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં પણ નવરાત્રી દરમિયાન વરસાદ પડી શકે તેમ છે. ચાલુ વર્ષે ચોમાસુ મોડું બેસતા હજુ 15 એક દિવસ ચોમાસુ આગળ ખેંચાય તેવી સંભાવનાઓ રહેલી છે.

 માટે જ નવરાત્રીમાં મેઘરાજા આ વખતે વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભંગારની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર ના ભાગરૂપે અને એક રાજ્યોમાં વરસાદનો આ નવો રાઉન્ડ છે એ શરૂ થઈ ગયો છે .અને આવનાર સમયમાં રાજ્યમાં પવન સાથે અને કડાકા ભડાકા સાથે વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે.

મધ્ય ગુજરાતમાં પણ મધ્યમ વરસાદ રહી શકે છે હાલમાં જ નક્ષત્ર ફાલ્ગુની બેઠું છે અને આ નક્ષત્રમાં આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે તેની આગાહી કરવામાં આવતી હોય છે


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.