હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ આમને સામને, નવરાત્રીમાં ધોધમાર વરસાદ પડવાને લઈને બંનેએ કરી સામસામે આગાહી, જોઈએ કોની પડશે સાચી આગાહી?

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાત રાજ્યમાં ચોમાસાના વધુ એક રાઉન્ડને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. ગુજરાત રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગથી અનેક વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું છે અને જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી રહી છે. રવિવારે ડાંગ જિલ્લામાં મેઘરાજા ચારે તરફ મહેરબાન થયા હતા.

ડાંગથી લઈને સુરત વલસાડ સહિતના અનેક જિલ્લાઓ અને તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ગિરિમથક સાપુતારા સહિત આહવા, વઘઈ, સુધીર પંથકમાં ચારે તરફ વરસાદી માહોલ છવાયો હતો. ભારે વરસાદને કારણે ગામમાં નદીઓ વહેતી થઈ ગઈ હતી.

આ ઉપરાંત વઘઈના રેસ્ટોરન્ટમાં પણ પાણી ના ગરકાવ થઈ ગયા હતા. અંબિકા ગીરા અને ખાભરી નદી બે કાંઠે વહેતી થઈ હતી જ્યારે લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા વાહન ચાલુક અને ભારે મુશ્કેલીનો સામનો થયો હતો.

ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાને લીધે ખેડૂતોના પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ડાંગ જિલ્લામાં બપોર પછી અને મુશરાધર વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ હતી.

વરસાદને લઈને હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી જાહેર કરી છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરાય છે.

જ્યારે બીજી તરફ હવામાન વિભાગે નવરાત્રીને લઈને પણ કેટલીક સ્પષ્ટતા કરી છે. જેમાં નવરાત્રિમાં રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત પ્રમાણમાં છે જ્યારે બીજી તરફ અંબાલાલ પટેલે નવરાત્રીમાં નવે નવ દિવસ ભારે વરસાદની આગાહી જાહેર કરી છે તો જોવાનું રહેશે કે કોની આગાહી સાચી પડે છે.

જ્યારે બે કલાકમાં આહવામાં 13 એમ એમ, વઘઈમાં 74 એમએમ, સુબીરમાં 16 એમએમ, સાપુતારામાં 27 એમએમ વરસાદ નોંધાયો હતો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે થી અતિભારે વરસાદને લઈને આગાહી કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.