હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, ફરી એકવાર થથરશે ગુજરાત, જુઓ હવામાન વિભાગે નાગરિકોને કરી ખાસ અપીલ

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતમાં અંબાલાલ પટેલે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર થથરાવી દે તેવી આગાહી કરવામાં આવી છે. ફરીથી ઠંડી વધવાની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 48 કલાક તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. અમદાવાદ આસપાસના સ્થળોએ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડીનો ફરી એક રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા હવામાન વિભાગે કરી છે. આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે તેવી શક્યતા છે. આગામી બે દિવસ સુધી તાપમાનમાં 2 થી 5 ડિગ્રી સુધી ઘટે તેવી શક્યતા છે. 3 ફેબ્રુઆરી બાદ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વધુ ઠંડી પડવાની શક્યતા છે.

બીજી તરફ લોકોને સાવચેતી રાખવા બદલ હવામાન વિભાગે અપીલ કરી છે. બાળકો, સગર્ભા અને વૃદ્ધો તેમજ બીમાર લોકોને સાવચેત રહેવા સૂચના આપાઇ છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી હવામાનમાં સતત ઉથલપાથલ જોવાઇ રહી છે. ગુજરાતમાં તાપમાન વધારો ઘટાડો મોટા પ્રમાણમાં જોવા મળે છે. સતત બદલાતા વાતાવરણને કારણે લોકોમાં શરદી-ઉધરસ સહિતની બીમારીઓ ફેલાઇ છે. ત્યાર બાદ કમોસમી વરસાદ પણ ઘણી વાર પડી ચુક્યો છે. હવે ફરીથી રાજ્યમાં ઠંડીની આગાહી આપવામાં આવી છે.

આ ઉપરાંત માછીમારોને દરિયો પણ નહી ખેડવા માટે પણ અપીલ કરવામાં આવી છે. દરિયા પર પવનો ફૂંકાવાની શક્યતાને કારણે દરિયો તોફાની બને તેવી શક્યતાને જોતા દરિયો નહી ખેડવા માટે અપીલ કરવામાં આવી છે. 3 દિવસ તાપમાનનો પારો ચઢ્યા બાદ ફરી એકવાર પારો ગગડે તેવી શક્યતા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *