શું છે હોટલની વિશેષતા
મેન્ડેરિન ઓરિએન્ટલ, ન્યૂયોર્ક સિટીમાં કોલંબસ સર્કલ ખાતે મેનહટનના ડોઇશ બેંક સેન્ટર સ્થિત ફાઇવ-સ્ટાર હોટેલ છે. ડિસેમ્બર 2003માં શરૂ થયેલી આ હોટેલમાં 248 ગેસ્ટ રૂમ્સ અને સ્યુટ્સ ઉપરાંત હોટલ 64 અલગ રેસિડેન્સીસ આપે છે. મેન્ડરિન ઓરિએન્ટલે ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મેળવ્યા છે. ફાઇવ ડાયમંડ હોટલમાંથી સેન્ટ્રલ પાર્ક અને હડસન નદીનો અદ્દભૂત નજારો જોવા મળે છે. આ હોટલનું કોઈ અલગ બિલ્ડીંગ નથી પણ ટાઇમ વોર્નર સેન્ટર નામના બિલ્ડીંગના 35 થી 54 માળ સુધી હોટલ છે અને તેના 202 ગેસ્ટરૂમ અને 46 સ્યુટ છે.
ન્યૂયોર્કના જાણીતા ફેશન ડિઝાઈનર વિવિએન ટેમ હોટલના સિગ્નેચર ફેન ડિઝાઇન કરે છે, જે હોટેલની લોબીમાં છે. ડિઝાઈનર ડેલ ચિહુલીએ હોટલમાં કાચના બે શિલ્પ બનાવ્યા છે જેમાં વોટરફોર્ડ ક્રિસ્ટલ સૌનું ધ્યાન ખેંચે છે. વોટરફોર્ડ ક્રિસ્ટલનું વજન આશરે 2,100 પાઉન્ડ છે અને તેમાં 683 જેટલા હાથેથી જોડેલા કાચના ટુકડા છે. બીજું શિલ્પ 35મા માળની લોબીમાં છે, ચિહુલીએ બનાવેલું પ્રથમ શિલ્પ છે.
250 વર્ષ જૂનું ચર્મપત્ર પણ અહીંયા છે, જેમાં સુખના સૂત્રો લખેલા છે. તે જ સમયગાળાના રાચરચીલુંમાંથી કોતરવામાં આવેલા આભૂષણોનો સંગ્રહ પ્રેસિડેન્શિયલ સ્યુટમાં રાખવામાં આવ્યો છે. મેન્ડરિન ઓરિએન્ટલ ન્યૂયોર્કના વર્તમાન જનરલ મેનેજર સુઝેન હેટજે છે જે 2013 થી કાર્યરત છે. અહીંનો સ્પા એ મેનહટનમાં માત્ર બે ફોર્બ્સ ફાઇવ-સ્ટાર સ્પામાંનો એક છે (બીજો પેનિન્સુલા ન્યૂયોર્ક સ્પા છે) તે હોટેલના 35મા અને 36મા માળે છે.
આ સ્પા 14,500 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. આ હોટલના 64મા માળે 64 જેટલી અલગ રેસિડેન્સી છે, જે આલિશાન બંગલા જેવો અનુભવ આપે છે. આ પ્રાઈવેટ એપાર્ટમેન્ટ જ માની લો. આ એપાર્ટમેન્ટમાં સિક્યોરિટી હાઉસ કીપિંગ, રૂમ સર્વિસ અને ફિટનેસ સેન્ટરનો સમાવેશ થાય છે. આ હોટલ હવે મુકેશ અંબાણીએ 728 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!