ભાજપના નેતા ભાન ભૂલ્યા / અશ્લીલતાના રંગે રંગાયા અમરેલી ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવકુ ઊંધાડ, જુઓ અભદ્ર વિડીયો શેર કર્યા

ગુજરાત ટોપ ન્યૂઝ

અમરેલી(Amreli) જિલ્લાના પૂર્વ ધારાસભ્ય બાવકુ ઊંધાડે(MLA Bavku Undhad) બે દિવસ અગાઉ શુક્રવારના રોજ મોડી રાત્રે ગતિશીલ અમરેલી નામના ગ્રુપમાં અભદ્ર વીડિયો(Indecent video) શેર કરતાં પંથક અને ભારતીય જનતા પાર્ટી(BJP)માં ચકચાર મચી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રુપમાં ધડાધડ અશ્લીલ વીડિયો શેર કરવામાં આવતા તુરંત કેટલાક વીડિયો ડીલીટ કરી દેવામાં આવ્યા હતા. જો કે હજુ 1 વીડિયો ડીલીટ કર્યો નહોતો અને ગ્રુપમાં જોવા મળ્યો હતો.

આપણે સૌ જાણીએ છીએ કે, રાજકીય પાર્ટીના નેતાઓ વારંવાર તેમના સોશિયલ મીડિયાના માધ્યમથી પર ગ્રુપમાં શરમાવે તેવા અશ્લિલ વિડીયો શેર કરતા હોય છે. જોકે આ પ્રકારના અશ્લીલભર્યા વીડિયો અનેક વખત નેતાઓ દ્વારા શેર કરવામાં આવે છે અને તેમના આ પ્રકારના સંસ્કારો બહાર આવતા હોય છે.

અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને લાઠી બાબરા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય એવા બાવકુ ઊંધાડના મોબાઈલ નંબર પરથી બે દિવસ પહેલા શુક્રવારના રોજ મોડી રાત્રે 10 વાગ્યાની આસપાસ ગતિશીલ અમરેલી નામના ગ્રુપમાં શરમાવે તે પ્રકારના વીડિયો શેર કર્યા હતા. મોકલવામાં આવેલ વિડીયોમાંથી કેટલાક વિડીયોને તરત જ ડીલીટ કરી દેવામાં આવ્યા હતા અને 1 યુવતીનો ડાન્સ કરતો વીડિયો યથાવત જ રાખવામાં આવ્યો હતો. જેના કારણે ગ્રુપમાં પણ ચકચાર મચી ગઈ હતીં. જ્યારે આ પ્રકારના વીડિયોને લઈ પૂર્વ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં ભારે ચર્ચાનો વિષય બન્યા હતા

આ પ્રકારે અશ્લીલ વિડિયો ગૃપમાં અપલોડ થતાની સાથે જ ગૃપમાં ૨હેલી ભાજપ સહિતની સામાજીક કાર્યક૨ મહિલાઓ પણ એક પછી એક ધડાધડ ગ્રુપમાંથી બહાર નીકળવા લાગી હતી. આ પ્રકારના શરમજનક બનાવના પગલે કહેવાતા લોક લાડીલા માજી મંત્રીને હાલ તો ઘ૨માં જ બંધ ૨હેવું પડયું છે.

શિસ્તબંધ પાર્ટીના નેતા પર ભાજપ કોઈ કાર્યવાહી કરશે કે શું ?
વાત કરવામાં આવે તો ખાસ ક૨ીને હાલમાં પાર્ટીના પ્રદેશ પ્રમુખ શિસ્તના ચુસ્ત આગ્રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યા૨ે અમ૨ેલી જિલ્લામાં સારું એવું વર્ચસ્વ ધ૨ાવતા અને દ૨ેક બાબતે તડને ફડ ક૨તા કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ધારણ કરીને આવેલા પૂર્વ કેબીનેટ મંત્રી બાવકું ઉઘાડ સામે પાર્ટીની આબ૨ુંને ઠેંસ પહોંચાડવા કમલમ ખાતેથી કોઈ કાર્યવાહી ક૨વામાં આવશે કે નહિ?


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.