રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમુલે ગુજરાતમાં બૉમ્બ ફોડ્યો / 8 મહિનામાં અમુલે ફરી દૂધના ભાવ વધાર્યા, જુઓ અમુલે દૂધની કિંમતમાં કમરતોડ વધારો ઝીંક્યો

ગુજરાત ટોપ ન્યૂઝ

હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેના પગલે સમગ્ર વિશ્વના અનેક સેક્ટર અશાંત અને અસ્થિર થઇ ચુક્યાં છે. આ ઉપરાંત રશિયા અને યુક્રેનનાં યુદ્ધની ભારતના અનેક સેક્ટર પર ઉંડી અસર પડી રહી છે. અનેક વસ્તુ ઇમ્પોર્ટ થતી અટકી ચુકી છે તો અનેક ચીજ વસ્તુઓ એક્સપોર્ટ નથી થઇ રહી. તેવામાં સૌથી મહત્વની બાબત છે કે, આ સ્થિતિના કારણે મોંઘવારીમાં વધારો થાય તેવી ભીતી નિષ્માંતો વ્યક્ત કરી રહ્યા હતા. જે હવે સાચી ઠરી રહી છે.

કોરોના અસરમાં વેપાર-ધંધાની મંદી વચ્ચે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો સહન કરી રહેલી પ્રજાને હવે દૂધનો ભાવવધારો સહન કરવો પડશે. 8 મહિનામાં જ અમૂલે ફરીવાર દૂધના ભાવમાં લિટરદીઠ 2 રૂપિયાનો વધારો કરી દીધો છે. અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટરદીઠના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા લાગુ કરાયેલો ભાવવધારો આવતીકાલથી લાગુ થશે. આમ દૂધના ભાવમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાતની પ્રતિષ્ઠીત અને ખ્યાતનામ સૌથી મોટી દુધ ઉત્પાદક કંપની અમુલ દ્વારા દુધની કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કાલથી અમુલની તમામ બ્રાંડના દુધ મોંઘા થઇ જશે. સમગ્ર દેશમાં GCMMF દ્વારા આ ભાવ વધારો અમલી બનાવવામાં આવશે. કાલથી અમુલની 500 ગ્રામથી થેલીમાં 1 રૂપિયાનો જ્યારે 1 લિટરની થેલીમાં 2 રૂપિયાનો વધારો થશે. આ પ્રકારે દેશના નાગરિકો પર કમરતોડ ભાવ વધારો ઝીંકાયો છે.

અમુલ ગોલ્ડનાં 500 ગ્રામના ભાવ 29 થી વધારી 30 રૂપિયા કરવામાં આવ્યા છે. અમુલ તાજાનો ભાવ પ્રતિ 500 ગ્રામના 24 રૂપિયા કરાયો છે. અમુલ શક્તિનાં ભાવમાં બે રૂપિયા વધારો થતાં નવો ભાવ પ્રતિ લીટર 54 રૂપિયા કરાયો છે. દુધના ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં અમુલ દુધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હોવાનું અમુલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં ભાવ વધારો આવતી કાલથી અમલમાં આવશે. આ ઉપરાંત નવી પ્રીન્ટ પણ દુધના પાઉચ પર આવી જશે તેવું કંપની દ્વારા જણાવાયું હતું. જેથી પ્રિન્ટ પર હોય તેટલી જ કિંમત ચુકવવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.

અમૂલ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યા બાદ તમામ ડેરીઓ દ્વારા તબક્કાવાર ભાવ વધારો શરૂ કરી દેવાયો છે. સાબરડેરીએ લીટર દૂધમાં રૂ બે નો વધારો કર્યો છે. સાબરકાંઠા અને અરવલ્લીના ગ્રાહકોને એક લીટર દુધે 2 રૂપિયા વધારે ચુકવવા પડશે. અમૂલ શક્તિ,ગોલ્ડ અને બફેલો દૂધની ૫૦૦ ગ્રામની થેલીમાં ૧ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ૧ માર્ચથી લીટર દૂધમાં રૂ ૨ નો વધારો કરવામાં આવ્યો. આ અંગે સાબરડેરી દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *