ગુજરાતમાં વધુ એકવાર કલંકિત ઘટના (crime news) બની છે. ગુજરાતમાં બહેન-દીકરીઓ પર સલામતી (woman safety) ના સતત પ્રશ્નો ઉઠી રહ્યાાં છે. ત્યારે વધુ એક દીકરીનુ દામન લૂંટાયુ છે. દુષ્કર્મના કેસ પર આજીવન કેદ અને ફાંસીની સજા સંભળાવ્યા બાદ પણ નરાધમોની હિંમત ખૂટતી નથી. બોટાદના રાણપુર તાલુકાના અળવ ગામમાં બુબાવાવ ગામની યુવતી સાથે ગેંગરેપ (gangrape) ની ઘટના સામે આવી છે. બુબાવાવ ગામની યુવતીને અળવ ગામના યુવાનો દ્વારા વાડીમાં લઈ જઈને સામુહિક દુષ્કર્મ (rape case) કરાયુ હતું.
બોટાદ તાલુકમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. બુબાવાવ ગામની એક 20 વર્ષીય યુવતીની દારૂ પીવાની આદત હતી. તેથી તેણે પાડોશના અળવ ગામમાં રહેતા ઈન્દ્રજીતને ફોન કરીને દારૂ માંગ્યો હતો. જેથી ઈન્દ્રજીતે યુવતીને કહ્યુ હતુ કે, જો તને દારૂ જોઈતો હોય તો અળવમાં મારી વાડીએ આવજે.
ત્યારે યુવતી ઈન્દ્રજીત ખાચરની વાડીએ ગઈ હતી. યુવતી વાડીએ પહોંચી ત્યારે ઇન્દ્રજીત બાબભાઈ ખાચર સિવાય સત્યજીત બાબભાઈ ખાચર અને જયવીર જગુભાઈ ખાચર પણ હાજર હતો. ત્રણેય યુવકોએ વાડીયે યુવતીને નશો કરાવ્યો હતો. અને નશામાં ત્રણેય યુવાનોએ તેના પર ગેંગરેપ કર્યો હતો.
એટલુ જ નહિ, ત્રણેય યુવાનોએ 18 દિવસ સુધી યુવતીને વાડીએ ઓરડીમાં ગોંધી રાખી હતી. યુવતીને ઓરડીમાં પૂરી દારૂનો નશો કરાવી ત્રણેય લોકોએ યુવતીને માર મારી તેના ઘરના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી 18 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું. જેથી યુવતીએ ત્રણેય યુવાનો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઈન્દ્રજીત ખાચર, જયવીરભાઈ ખાચર, સત્યજીત ખાચર ત્રણેય યુવાનોએ ગુજાર્યો ગેંગરેપ તેવો ફરિયાદમાં યુવતીએ આરોપ કર્યો છે.
યુવતી હાલ જામનગર જીજી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહી છે. પોલીસે ત્રણેય યુવાનો વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બુબાવાવ ગામની એક 20 વર્ષીય યુવતીની દારૂ પીવાની આદત હતી. તેથી તેણે પાડોશના અળવ ગામમાં રહેતા ઈન્દ્રજીતને ફોન કરીને દારૂ માંગ્યો હતો. ત્રણેય યુવકોએ વાડીયે યુવતીને નશો કરાવ્યો હતો. અને નશામાં ત્રણેય યુવાનોએ તેના પર ગેંગરેપ કર્યો હતો. એટલુ જ નહિ, ત્રણેય યુવાનોએ 18 દિવસ સુધી યુવતીને વાડીએ ઓરડીમાં ગોંધી રાખી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!