આ કેવો વહીવટ ભાઈ / અમદાવાદમાં ટેક્સ વિભાગના કર્મચારીએ કહ્યું કંઈક વહીવટ આપો તો કામ થશે, જુઓ AUDIO વાઈરલ થતા અધિકારીઓ દોડતા થયા : સાંભળો ઑડીયો

અમદાવાદ

આ તો કેવો વહીવટ જ્યાં વહીવટ શબ્દથી ફટાફટ કામ થાય, અમદાવાદ મનપાના ટેક્સ વિભાગના કર્મીએ વારસાઇ ટેક્સમા નામ બદલવા લાંચ માગી હોવાનો ઓડિયો વાયરલ

અમદાવાદ મનપાના ટેક્સ વિભાગમાં ભ્રષ્ટાચારની ક્લીપ વાયરલ થઇ છે. AMC ટેક્સ વિભાગના વહીવટની ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે. જેમાં વહીવટની વાત કરવામાં આવી રહી છે. ઘાટલોડિયાના રહેવાસીના ટેક્સ બિલમાં નામ બદલવા માટે કર્મચારીએ લાંચ માગી હતી. ફોન પર કર્મચારીએ કહ્યું કે સાહેબને વહિવટ આપવો પડશે. અને વહિવટ આપશે તો અડધો કલાકમાં કામ થઇ જશે. ત્યારે સમગ્ર મામલે રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલે કહ્યું કે પૈસા માંગવાની ઘટના ઘણી ગંભીર અને સંવેદનશીલ છે. જેને લઇ AMC ટેક્સ વિભાગમાંથી વહિવટી વિભાગમાં બદલી કરી દેવાઇ છે.

કર્મચારીને કારણદર્શક નોટિસ આપી ત્રણ દિવસમા ખુલાસો કરવા આદેશ કરાયો છે. ત્યારે સવાલો ઉઠી રહ્યાં છે કે AMCમાં ભ્રષ્ટાચાર આચરનારા અધિકારીઓ કોણ છે? ગુજરાત સરકાર જળ મૂળથી ભ્રષ્ટાચાર અને લાંચ રૂસ્વતને નાથવાના સંવેદનશીલ પ્રયાસો કરી રહી છે. પણ હજુય એવા કેટલાય કર્મચારીઑ છે જેને લોકોના કામ કરવામાં નહી પણ માત્રને માત્ર ખિસ્સા ગરમ કરવામાં રસ છે.

સામન્ય નાગરિકના કામ લાંચને માટે અટકાવાઇ દેવામાં આવે છે તેવુ આ ઓડિયો પરથી સ્પષ્ટ કહી શકાય કારણ કે લાંચની રકમ મળતા જ માત્ર ગણતરીની મિનિટોમ કામ પતાવી દેવાય છે નહીં તો લોકોને એ જ ધરમના ધક્કા ખાવા મજબૂર કરાય છે.વહિવટ આપશે તો અડધો કલાકમાં કામ થઇ જશે. ત્યારે સમગ્ર મામલે રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલે કહ્યું કે પૈસા માંગવાની ઘટના ઘણી ગંભીર અને સંવેદનશીલ છે.

AMCમાં કામ કરાવવા વહીવટ આપવો પડે?

કર્મચારી, AMC ટેક્સ વિભાગ – ટેક્સમાંથી બોલું છું. તમે નામ ટ્રાન્સફર કરાવાની આપી હતી ને અરજી. રહેવાસી, ઘાટલોડિયા – હા. બોલો. કર્મચારી, AMC ટેક્સ વિભાગ-હા તો આવી જાઓ. રહેવાસી, ઘાટલોડિયા-એટલે ક્યાં… ઘાટલોડિયામાં કે. કર્મચારી, AMC ટેક્સ વિભાગ-ના…ના…બોડકદેવ આવી જાઓ. રહેવાસી, ઘાટલોડિયા -શું હતું એટલે કંઇ લઇને આવાનું કે એમ જ આવાનું.કર્મચારી, AMC ટેક્સ વિભાગ-હા. લઇને આવાનું. આવી જાઓ એટલે પતે.રહેવાસી, ઘાટલોડિયા – મારે અત્યારે જોબ ચાલું છે તો 4 વાગ્યાની આસપાસ આવી શકું સાહેબ. અત્યારે મારે રજા લઇને નીકળવું પડશે સાહેબ.

કર્મચારી, AMC ટેક્સ વિભાગ-હા. એવું છે તો પછી સોમવારે આવી જાઓને 4 વાગ્યા પછી. રહેવાસી, ઘાટલોડિયા- અત્યારે કેટલો સમય થાય તો હું સાહેબની રજા લઇને આવું. કર્મચારી, AMC ટેક્સ વિભાગ – એમાં એવું અરજન્ટ કંઇ છે નહીં. આ તો અહિંયા વહીવટ અમારે સાહેબને આપવાનોને એટલે. પતી તો અડધો કલાકમાં જશે. રહેવાસી, ઘાટલોડિયા -બરાબર. એટલે શું મારું શું કામ છે કહો ને એટલે એ પ્રમાણે. કર્મચારી, AMC ટેક્સ વિભાગ – સાહેબને વહીવટ આપવાનો છે બીજું કંઇ નહીં. રહેવાસી, ઘાટલોડિયા – એવું છે એમ. કેટલું થાય એવું છે. કર્મચારી, AMC ટેક્સ વિભાગ – જે તમારે આપવા હોય એ.

કર્મચારીને કારણદર્શક નોટિસ આપી ત્રણ દિવસમા ખુલાસો કરવા આદેશ કરાયો છે. ત્યારે સવાલો ઉઠી રહ્યાં છે કે AMCમાં ભ્રષ્ટાચાર આચરનારા અધિકારીઓ કોણ છે? ગુજરાત સરકાર જળ મૂળથી ભ્રષ્ટાચાર અને લાંચ રૂસ્વતને નાથવાના સંવેદનશીલ પ્રયાસો કરી રહી છે. પણ હજુય એવા કેટલાય કર્મચારીઑ છે જેને લોકોના કામ કરવામાં નહી પણ માત્રને માત્ર ખિસ્સા ગરમ કરવામાં રસ છે. સામન્ય નાગરિકના કામ લાંચને માટે અટકાવાઇ દેવામાં આવે છે તેવુ આ ઓડિયો પરથી સ્પષ્ટ કહી શકાય કારણ કે લાંચની રકમ મળતા જ માત્ર ગણતરીની મિનિટોમ કામ પતાવી દેવાય છે નહીં તો લોકોને એ જ ધરમના ધક્કા ખાવા મજબૂર કરાય છે.

( ઓડિયો સાંભળવા માટે અહીં ક્લિક કરો : https://youtu.be/1wYH0w-6BjA )

આ ઑડિયો સાંભળતા કેટલાક સવાલ ઉભા થાય છે જેવા કે…
AMCમાં ભ્રષ્ટાચાર આચરનારા અધિકારીઓ કોણ છે?, ક્યાં સુધી સાહેબને હપ્તો પહોંચે છે?, પૈસાથી જ કામ કરનારા અધિકારીઓને ઘર ભેગા કોણ કરશે?, જનતાના કામ કરવા માટે લાંચ લેનારાઓને સજા ન થવી જોઈએ?, વારસાઈ ટેક્સમાં નામ બદલવા લાંચ માગનારા અધિકારીની તપાસ ક્યારે?, ક્યાં સુધી જનતાએ પોતાના કામ કરાવા લાંચ આપવી પડશે?


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.