ગુજરાતમાં તાલિબાની રાજ / ગુજરાતને શર્મશાર કરતી ઘટના : જુઓ વિડિઓમાં તાલિબાન પણ ન આપે એવી સજા પાટણમાં એક યુવતીને પ્રેમ કરવા માટે અપાઈ : VIDEO

ગુજરાત ટોપ ન્યૂઝ

એક તરફ ગુજરાત સરકાર (gujarat government) વાઈબ્રન્ટ ગુજરાત દ્વારા વિકાસની વાતો કરે છે, અને બીજી તરફ ગુજરાતમાં એવી એવી ઘટનાઓ સામે આવી રહી છે, જે તાલિબાનોને પણ સારા કહેવડાવે. પાટણ શહેરમાં એક મહિલા સાથે અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું છે. પ્રેમી સાથે ભાગી જવાથી મહિલાને તાલિબાન પણ ન આપે તેવી સજા વિકાસશીલ ગુજરાતમાં આપવામાં આવી. પાટણના હારીજમાં પ્રેમી સાથે ભાગેલી સગીર યુવતીનું મોઢું કાળું કરાયું. એટલુ જ નહિ, તેનુ મુંડન કરીને માથા પર ગરમ દેવતા મૂકી આખા વસાહતમાં ફેરવાઈ હતી.

વાદી સમાજના બંધારણનું ઉલ્લંઘન કરતા મહિલાને તાલિબાની સજા આપવાની આ ઘટના અમાનવીય છે. યુવતીને ગામમાં ફેરવવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના પાંચ દિવસ પહેલા બની હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી, અને 20 જેટલા લોકોને પકડવામાં આવ્યા છે.

ગુજરાતમાં મહિલા અત્યાચાર (woman safety) ના અનેક કિસ્સાઓ છેલ્લા થોડાક મહિનાઓથી સામે આવ્યા છે. પાટણ જિલ્લાના હારીજમાં પ્રેમ કરવાની જાણે કે યુવતી ભૂલ કરી બેઠી હોય તેમ તાલિબાની સજા યુવતીને આપવામાં આવી હોવાનો વીડિયો ફરતો થયો છે. વીડિયોમાં જે હદે યુવતી પર અત્યાચાર (crime news) ગુજારવામાં આવ્યો છે તે જોઇને એક સમયે આપણું હૃદય પણ કંપી ઉઠે. પ્રેમી સાથે ભાગેલી યુવતીનું મોઢું કાળું કરવામાં આવ્યું હતું, માથે મુંડન કરવામાં આવ્યું અને માથા પર ગરમ દેવતા મૂકી વાદી વસાહતમાં ફેરવવામાં આવી હતી. જે વીડિયો વાયરલ થયા છે, એ ઘટના પાંચ દિવસ પહેલા બની હોવાનું જાણવા મળ્યું છે.

ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પાટણ પોલીસ દોડતી થઈ હતી. 20 જેટલા ઈસમોને ઝડપી અટકાયત કરવામાં આવી છે. યુવતીને મુંડન સમયે હાજર રહેલા તમામ લોકોને પોલીસ મથકે લાવાવમાં આવીને પૂછપરછ કરવામાં આવી છે. સાથે જ SP, કલેક્ટર ઘટના સ્થળ હારીજ જઈને પીડિત યુવતીની મુલાકાત લેશે. પ્રેમ પ્રકરણ મામલે યુવતીને સમાજના બંધારણ મુજબ સજા આપવામાં આવી હોવાનું સમાજના લોકોએ સૂર આલાપ્યો હતો.

(વિડિઓ જોવા માટે ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=321334632733601 )

આ વિશે પાટણ એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, આ ઘટનામાં પોલીસ ફરિયાદી બનશે. યુવતીને સુરક્ષા આપવામાં આવશે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તો પાટણના કલેક્ટર સુપ્રિતસિંહ ગુલાટીએ જણાવ્યું કે, વાદી વસાહતમા બનેલી જે ઘટનાનો વીડિયો વાયરલ થયો છે તે બે-ત્રણ દિવસ પહેલાની છે. વાદી વસાહતના સમાજના અલગ કાયદા કાનૂન છે, જેમાં આ પ્રકારની સજા યુવતીને કરવામાં આવી છે. જે કાયદા અને કાનુન વિરુદ્ધ છે તે ન ચલાવી લેવાય. જેથી તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. વીડિયોમા દેખાતા લોકો પણ પકડી પાડવામા આવ્યા છે. 17 થી વઘુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પીડિત યુવતીને જે પણ મદદની જરૂર હશે તે પૂરી પાડવામા આવશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.