પુત્ર વચ્ચે પડ્યો તો તેને પણ અનેક ઘા માર્યા, સ્થિતિ ગંભીર, સરાજાહેર હત્યા થઈ છતાં હુમલાખોરોને પોલીસ પકડી શકી નથી
સુરતના પર્વતગામ પાસેના મમતા સિનેમા બહાર યુવતીની છેડતી કરતા અસામાજિક તત્વોને ઠપકો અપાયો હતો. જેથી પિતા-પુત્ર સહિત ત્રણ જણા પર હિંસક હુમલો કરી વૃદ્ધને 20થી વધુ ઘા મારી પતાવી દીધા હતા. એટલું જ નહીં પણ હુમલાખોરોએ વૃદ્ધ પિતાની નજર સામે જ પુત્રને પણ અનેક ઘા મારતા હાલ તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ઇજાગ્રસ્ત દીકરાએ કહ્યું હતું કે, ખબર ન હતી નજર સામે જ પિતાનીને પશુની જેમ કાપતા જોઈ રુંવાટા ઉભા થઇ ગયા હતા, પણ હુમલાખોરોને દયા ન આવી. આ હુમલાખોરોની એવી તે ધાક છે કે હજી સુધી સુરત પોલીસ પણ તેમને પકડી શકી નથી.
લીંબાયત પોલીસે જણાવ્યું હતું કે, ઘટના લગભગ મોડી સાંજના 7:30 વાગ્યાના અરસામાં બની હતી. શિવાભાઈ ભોજુભાઈ નિકમ એમના દીકરા યશવંત અને મિત્ર સાથે કાપડ માર્કેટમાંથી છૂટ્યા બાદ નાસ્તો કરવા નીકળ્યા હતા. ઘર પાસે જ નાસ્તો કરતી વખતે કેટલાક અસામીજીકતત્વો એક યુવતીની છેડતી કરી રહ્યા હતા. જે બાબતે શિવાભાઈ મધ્યસ્થી કરી ઠપકો આપતા એમની પર હુમલો થયો હતો. ત્રણેયને લાફા મારી પિતા-પુત્રને ઉપરા ઉપરી ઘા મરાયા હતા.
નજર સામે પુત્રને ચપ્પુના ઘા મારનાર તત્વોને અટકાવવા જતા શિવાભાઈને 20થી વધુ ઘા મરાતા સ્થળ પર જ ઢળી પડ્યા હતા. હિંસક હુમલા બાદ હુમલાખોરો ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત શિવાભાઈ અને એમના દીકરાને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાતા શિવાભાઈને મૃત જાહેર કરાયા હતાં. જ્યારે યશવંતની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. હુમલાખોર 3-4 જણા હોવાનું હાલ તપાસમાં બહાર આવ્યું છે. લીંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/04/07-surat-murder-pankaj-shailesh1_1643976572/mp4/v360.mp4 )
સંબંધીઓ એ જણાવ્યું હતું કે, કાપડ માર્કેટમાં સાડી કટીંગનું કામ કરતા શિવાભાઈ મહારાષ્ટ્રના વતની હતા. વર્ષોથી સુરતમાં રહેતા હતા. 20 વર્ષ પહેલાં પત્ની સાથે છૂટાછેડા થયા બાદ એક દીકરા સાથે પર્વતગામમાં જ રહેતા હતા. એમની નિર્મમ હત્યાને લઈ દુઃખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સુરતમાં નિર્દોષ લોકોની જ હત્યા થાય છે. અસામાજિક તત્વો હાથમાં છરા લઈને ફરી રહ્યા છે. જાહેરમાં યુવતીની છેડતી કરનારને ઠપકો આપવા બદલ શિવાભાઈ મોત મળ્યું એની જવાબદાર પોલીસ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!