મોડી રાત્રે મોટરસાયકલ અને કાર વચ્ચે ભયંકર અથડામણ થતા એક જ ગામના બે મિત્રોના કરુણ મોત, સમગ્ર ઘટના જાણીને તમને પણ આંચકો આવશે

ગુજરાત

પંચમહાલ અકસ્માતની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જેમાં હાલોલ અરાદ રોડ ઉપર અભેટવા પાસે મોટરસાયકલ ઇકો કાર સાથે ભટકાતા થયેલા અકસ્માતમાં ઈંટવાડી ગામના બે યુવકોના કરુણ મોત નિપજ્યા હતા.

મોડી સાંજે નોકરીથી મિત્રની બાઇક ઉપર ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અભેટવા નજીક તેઓની મોટરસાયકલ ઇકો કાર સાથે ભટકાતા થયેલા અકસ્માતમાં બંને યુવકોએ જીવ ગુમાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, આ ઘટનામાં મોતને ભેટનાર ઈંટવાડી ગામના બે યુવકો પૈકી 22 વર્ષીય અલ્કેશ શાંતિલાલ ચૌહાણ હાલોલ ઔદ્યોગિક વસાહતની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. જયારે અન્ય 20 વર્ષીય રોહિત રણછોડ ચાવડા મોટરસાયકલ પર મોડી સાંજે અલ્કેશને લઈને પરત ફરી રહ્યો હતો.

આ દરમિયાન હાલોલથી અરાદ તરફના માર્ગ ઉપર ઇકો કાર અને તેમની મોટરસાયકલ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. જેને પગલે એક જ ગામના બંને યુવકોએ જીવ ગુમાવ્યો હતો.

મોડી રાત્રે બનેલી અકસ્માતની આ ઘટનામાં એક જ ગામના બે યુવકોના મોત નિપજતા આખા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. તો રાત્રે બંનેના મૃતદેહોને રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ત્યાં પણ લોકટોળા એકત્ર થયા હતા. સાથે જ બંને યુવકોના પરિવારજનોની હાલત કફોડી બનવા પામી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *