લોકોની મદદ કરનારના ઘરે જ ચોરી / હજારો લોકોની મદદ કરનારા દેવદૂત ખજુરભાઈના ઘરે થઇ ચોરી, જુઓ હરામી ચોરો આટલી આટલી વસ્તુઓ લઈને થયા છુમંતર

ગુજરાત

આપણે બધા લોકો આપણા ખરા ગુજરાતી ખજુરભાઈને તો ઓળખીએ જ છીએ, ખજુરભાઈએ અત્યાર સુધી ઘણા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને માનવતા મહેકાવી છે, ખજુરભાઈ એટલે કે નીતિન જાની, ખજુરભાઈ હાલમાં બારડોલી તાલુકાના અસ્તાન ગામના રહેવાસી હતા, ખજુરભાઈને બધા લોકો ગુજરાતીના કોમેડી વ્યક્તિ તરીકે ઓળખે છે.

જે સમયે સૌરાષ્ટ્રની ધરતી તાઉતે વાવાઝોડું આવ્યું તે સમયે ખજુરભાઈ તાત્કાલિક જ ત્યાંના લોકોની પરિસ્થિતિ જાણવા માટે પહોંચી ગયા હતા અને ત્યાં જઈને ખજુરભાઈએ બધા લોકોની પરિસ્થિતિ જાણી ત્યારબાદ જે લોકોના વાવાઝોડાના કારણે ઘર પડી ગયા હતા અને જે લોકોને નુકશાન થયું હતું તે બધા લોકોને નવા ઘર બનાવી આપવાની મુહિમ ચાલુ કરી હતી.

જે લોકોને વાવાઝોડાના કારણે નુકશાન થયું હતું તે બધી જ જીવન જરૂરિયાત વસ્તુઓ આપીને ખજુરભાઈએ તે લોકોની મદદ કરી હતી, ખજુરભાઈનું ​​​​​​બારડોલી તાલુકાના અસ્તાન ગામની રિદ્ધિ સોસાયટીમાં તેમનું ઘર આવેલું છે. ખજુરભાઈનું આ ઘર છેલ્લા ઘણા સમયથી બંધ હતું, તેથી હાલમાં થોડા દિવસો પહેલા જ ખજુરભાઈ ના બંઘ ઘરના કાચ તોડીને ઘરમાં ચોર ઘૂસ્યા હતા.

ખજુરભાઈના બંધ ઘરમાં ઘુસેલા ચોરે તેમના ઘરનો બધો જ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. ખજુરભાઈ ના ઘરમાં ઘુસેલા ચોરને કઈ કિંમતી વસ્તુ કે સામાન ના મળ્યો એટલે ખજુરભાઈના ઘરમાંથી ચોરો એલઈડી ટીવી લઇ ગયા હતાં.

ત્યારબાદ જે સમયે આ ઘટનાની જાણ ખજુરભાઈના મિત્રોને થઇ ત્યારે તે બધા લોકો ખુબ જ દુઃખી થઇ ગયા હતા. ખજુરભાઈએ અત્યાર સુધી ઘણા ગરીબ અને નિરાધાર લોકોની મદદ કરીને માનવતા મહેકાવી છે, તેથી ખજુરભાઈના આ કામને જોઈને બધા લોકો તેમના વખાણ કરે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.