કોહલી Vs ગાંગુલી / ટિમ ઇન્ડિયામાં બે ફાડ : કોહલીના નિવેદન પર ગુસ્સે થઈને ગાંગુલીએ આપ્યો એવો જવાબ કે જુઓ એગ્રેસીવ કોહલી અને BCCI વચ્ચે મામલો ગરમાયો

ટોપ ન્યૂઝ સ્પોર્ટ્સ

વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં વન ડે કપ્તાનીમાંથી હટાવવાને લઇને જે વાત કહી છે તેના પર BCCIએ સફાઇ આપી છે.

ભારતીય ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે. વન ડે કપ્તાનીમાંથી હટાવવા પર વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કોહલીએ નિવેદન આપ્યું કે તે વન ડે કપ્તાની છોડવા નહોતો માંગતો. સાથે જ તેણે ટી 20ને લઇને પણ નિવેદન આપ્યું હતું. જેના પર BCCIએ જવાબ આપ્યો છે.

ભારતીય કેપ્ટન કેપ્ટન વિરાટ કોહલીએ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ના તે દાવાને નકારી દીધો છે જેમાં તેમણે કહ્યુ હતુ કે રોહિત શર્માને વનડે કેપ્ટન બનાવતા પહેલા વિરાટ સાથે વાત કરવામાં આવી હતી. વિરાટે આજે પત્રકાર પરિષદમાં કહ્યુ કે, તેની સાથે કોઈ વાત થઈ નથી અને મીટિંગમાં જણાવવામાં આવ્યું કે હું વનડે કેપ્ટન નથી. ઉલ્લેખનીય છે કે ગાંગુલીએ અખબારી યાદીમાં કહ્યું હતું કે વનડે કેપ્ટનશિપને લઈને વિરાટ સાથે તેની અને ચીફ સિલેક્ટરની વાત થઈ હતી.

કોહલી આવું ન કહી શકે
BCCIએ કહ્યું કે વિરાટ આવું કહી જ ન શકે કે તેને કપ્તાનીમાંથી હટાવવાની જાણકારી નહોતી આપવામાં આવી. અમે વિરાટ સાથે સપ્ટેમ્બરમાં વાત કરી હતી અને તેને ટી 20ની કપ્તાની છોડવા માટે ના કહી હતી. BCCI તરફથી કહેવામાં આવ્યું કે વિરાટ કોહલીએ જ્યારે જાતે ટી20ની કપ્તાની છોડી ત્યારે વ્હાઇટ બોલ ક્રિકેટમાં 2 કેપ્ટન રાખવું આસાન નહોતું. સાથે જ વિરાટ કોહલીને જ્યારે વન ડે કપ્તાનીમાંથી હટાવવામાં આવ્યો ત્યારે ચીફ સિલેક્ટર ચેતન શર્માએ વિરાટને ફોન કરીને જાણકારી આપી હતી.

કોહલીએ કહ્યુ કે, મારી બીસીસીઆઈ સાથે આરામ કરવાને લઈને કોઈ વાત થઈ નથી. મારો મીટિંગના દોઢ કલાક પહેલા સંપર્ક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કોઈ સંપર્ક થયો નહોતો. ચીફ સિલેક્ટરે મને ટેસ્ટ ટીમની પસંદગીને લઈને વાત કરી હતી. પાંચેય પસંદગીકારોએ મને જણાવ્યું કે હું હવે વનડે કેપ્ટન નથી. આ બરોબર હતું.

ગાંગુલીનો દાવો ખોટો?
ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ થોડા દિવસ પહેલા એક વ્યક્તવ્ય જાહેર કરીને કહ્યુ હતુ કે વનડે કેપ્ટનશિપને લઈને વાતચીત કરવામાં આવી હતી અને ચીફ સિલેક્ટરે પણ આ મામલા પર તેમની સાથે વાત કરી હતી. પરંતુ કોહલીએ આજે આ તમામ વાતો નકારી દીધી છે. તેવામાં ગાંગુલીના દાવા પર સવાલ ઉઠવા લાગ્યા છે. ટીમ ઈન્ડિયામાં વિવાદ
કોહલીના આ નિવેદને ટીમ ઈન્ડિયાને હચમચાવી દીધી છે. પ્રથમવાર કેપ્ટન વિરુદ્ધ ગાંગુલીનો મામલો થતો જોવા મળી રહ્યો છે. કોહલીએ વનડે કેપ્ટન પદેથી હટાવવા પર નારાજગી વ્યક્ત કરી છે. જ્યારે બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યુ હતુ કે સફેદ બોલમાં બે કેપ્ટન ન હોઈ શકે તેથી રોહિત શર્માને ટી20ની સાથે-સાથે વનડેનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

બોર્ડે કહ્યું ન હતું કે કોહલી T-20ની કેપ્ટનશીપ છોડી દે
ભૂતપુર્વ ભારતીય કેપ્ટન અને વર્તમાન સમયમાં બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીની વનડે કેપ્ટનશીપ અંગે કેટલાક દિવસ અગાઉ કહ્યું હતું કે વિરાટને વનડેની કેપ્ટનશીપથી હટાવવાનો નિર્ણય BCCI અને પસંદગીકર્તાએ સાથે મળી કર્યો હતો. BCCIએ વિરાટને T-20ની કેપ્ટનશીપ છોડવા માટે કહેવામાં આવ્યું ન હતું, જોકે તે આ બાબત અંગે સહમત નથી.

ગાંગુલીએ કહ્યું કે પસંદગીકર્તાઓનું માનવું હતું કે મર્યાદિત ઓવર્સના ફોર્મેટમાં બે અલગ-અલગ કેપ્ટન ન હોવા જોઈએ નહીં. માટે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે વિરાટ ટેસ્ટ કેપ્ટન તરીકે જળવાઈ રહેશે અને રોહિત વનડે, T-20ની નૈતૃત્વ સંભાળશે.

જ્યારે કોહલીએ T-20ની કેપ્ટનશીપ છોડી તો ગાંગુલીનું નિવેદન આવ્યું
T-20 વર્લ્ડ ક્પ અગાઉ જ્યારે વિરાટ કોહલીએ આ સૌથી નાના ફોર્મેટની કેપ્ટનશીપ છોડી હતી, ત્યારે ગાંગુલીએ કહ્યું હતું કે કોહલીએ T20ની કેપ્ટનશીપ છોડી તેનાથી મને ભારે આશ્ચર્ય થયું છે. તેણે કહ્યું હતું કે વિરાટે આ નિર્ણય ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ કર્યો હતો. તે કોહલીનો પોતાનો નિર્ણય હતો. BCCI તરફથી કોઈ જ દબાણ કરવામાં આવ્યું ન હતું. અમે તેને કેપ્ટનશીપ છોડવા અંગે કોઈ જ કહ્યું ન હતું. અમે આ પ્રકારનું કામ કરતા નથી, કારણ કે હું પણ ખેલાડી રહી ચુક્યો છું અને હું તેને સારી રીતે સમજુ છું.

BCCIના અધ્યક્ષે કહ્યું હતું કે મને લાગે છે કે આટલા સમય સુધી ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન તરીકે જળવાઈ રહેવું મુશ્કેલ હોય છે. હું પોતે જ ટીમ ઈન્ડિયાનો છ વર્ષ સુધી કેપ્ટન રહી ચુક્યો છે. બહારથી બધુ જ સારું લાગે છે, પણ અંદરથી કેપ્ટન સાથે શું થઈ રહ્યું હોય છે તે ફક્ત કેપ્ટન જ સમજી શકે છે. આ ખૂબ જ મુશ્કેલ કામ છે.

કોહલીએ 48 કલાકનું અલ્ટીમેટમની વાતનો પણ ઈન્કાર
​​​​​​​અત્રે ઉલ્લેખનીય છે કે BCCIએ વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્માને વનડે ટીમ઼ના નવો કેપ્ટન બનાવ્યો છે. બોર્ડે કોહલીને વનડેના કેપ્ટન તરીકેના પદ પરથી રાજીનામુ આપવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો. કોહલીનો આ અંગે કોઈ જવાબ ન આવ્યો તો બોર્ડે તેને પોતાના પદ પરથી રાજીનામું આપી દેવા ફરજ પાડવામાં આવી. જોકે, કોહલીએ કહ્યું કે તેને કેપ્ટન પદેથી હટાવવા માટે માંડ દોઢ કલાક અગાઉ જ જાણકારી આપવામાં આવી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.