ભારે કરી / એક જ અઠવાડિયામાં સુરતમાં બીજું કુટણખાનુ ઝડપાયું, વરાછા વિસ્તારના સ્પામાં એક મહિલા અને ત્રણ પુરુષો એવી હાલતમાં મળી આવ્યા કે જાણીને તમે…

ટોપ ન્યૂઝ સુરત

સુરત શહેરમાં વધુ એક સ્પા ની આડમાં ચાલી રહેલા દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ થયો છે. બે દિવસ પહેલા પણ સુરતના વેસુ  વિસ્તારના સફલ સ્ક્વેરમાં સ્પાની આડમાં કુટણખાનુ ધમધમી રહ્યું હતું, હજુ એ ઘટનાને બે ત્રણ દિવસ થયાને આજે ફરી એક વખત આવી જ એક બીજી ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર, સુરત શહેરના વરાછા વિસ્તારમાં, બાતમી મળતા પોલીસે એક મસાજ પાર્લરમાં દરોડા પાડયા હતા. આ મસાજ પાર્લરમાં મસાજની આડમાં કુટણખાનુ ધમધમી રહ્યું હતું. આ મસાજ પાર્લર વરાછા વિસ્તારના પોદાર આર્કેડમાં આવેલું છે.

પોલીસને બાતમી મળી હતી કે, આ દુકાનમાં મસાજની આડમાં દેહવ્યાપાર જેવા ગોરખ ધંધા થઈ રહ્યા છે. બાતમી મળતાં જ પોલીસે આ મસાજ પાર્લરમાં રેડ કરી હતી. અને ખરેખર પોલીસને કઢંગી હાલતમાં એક મહિલા અને ત્રણ પુરુષો મળ્યા હતા. તાત્કાલિક પોલીસે એક મહિલા સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી હતી, અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત પોલીસ અવાર-નવાર, ગોરખ ધંધા ચલાવતા મસાજ પાર્લર અને સ્પા ઉપર લાલ આંખ કરી રહી છે. ત્યારે હજુ તો એક અઠવાડિયું પૂરું નથી થયું, ત્યાં તો બે મસાજ પાર્લરમાં ધમધમી રહેલા કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. અને આ ધંધા સાથે સંકળાયેલા લોકોની અટકાયત કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *