રાજકોટને લાંછન લગાવતો વધુ એક કિસ્સો, જુઓ વિદ્યાર્થીના પ્રાઇવેટ પાર્ટમાં મધ-સેનિટાઇઝર લગાવી કર્યું એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે

ટોપ ન્યૂઝ રાજકોટ

રાજકોટના શિક્ષણના ધામને લાંછન લગાવતો વધુ એક કિસ્સો બન્યો છે. રાજકોટની એક ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયુ હતું. 19 વર્ષના વિદ્યાર્થી સાથે હોસ્ટેલના રૂમમાં બે વખત એટલી હદે ક્રૂરતા આચરી કે સાંભળનારાના કાનમાંથી કીડા ખરી પડે. વિદ્યાર્થીના ગુદાના ભાગે મધ, સેનેટાઇઝર, હેન્ડ વોશ લગાવી બ્રશ અને પેન્સિલ ખોપવામાં આવ્યા. 

કુવાડવા 5 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ કરાઈ હતી.  મામલો બહાર આવતા જ પાંચેય વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરાયા. બન્યું એમ હતું કે, ખાનગી યુનિવર્સિટીમાં પાંચ વિદ્યાર્થીઓએ મળીને એક વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય આચર્યુ હોવાની ફરિયાદ રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

આ એવો કિસ્સો છે જેને સાંભળીને રાજકોટવાસીઓનું લોહી ઉકળી જાય. યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થી સાથે હોસ્ટેલમાં જ રહેતા સાથી 5 વિદ્યાર્થીએ ભયાનક ક્રૂરતા ભર્યું કૃત્ય આચર્યું હતું. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ગુદાના ભાગે મધ અને સેનિટાઇઝર લગાવી બ્રશ તેમજ પેન્સિલ ખોંસ્યા હતા.

આ ઓછું ન હતું, તો વિદ્યાર્થીનો ન્હાતો વીડિયો બનાવ્યો હતો. તેનો ન્હાતો વીડિયો બનાવીને તેને બ્લેકમેલ કરાયો હતો. તેને આ માટે 3 ઓપ્શન આપવામાં આવ્યા હતા. જેમાં પાંચેય વિદ્યાર્થીઓ દ્વારા પીડિત વિદ્યાર્થીને કહેવાયુ હતું કે, ‘તું મરીજા’, ‘અંગ વાઢી નાખ’ અથવા ‘હોસ્ટેલમાંથી કૂદકો મારી દે.’ ત્યારે હાલ પીડિત વિદ્યાર્થીએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો.

જે વિદ્યાર્થીએ ફરિયાદ કરી છે તે BBA સેમેસ્ટર 1માં અભ્યાસ કરે છે. તેણે જે પાંચ વિદ્યાર્થી સામે ફરિયાદ કરી છે તેમાંથી 3 વિદ્યાર્થી BBA સેમેસ્ટર 3ના જ છે. બીજા બે વિદ્યાર્થીમાં એક ડિપ્લોમાં એન્જિનિયરિંગ અને બીજો એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે.

યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર 5 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા છે. જેમાં એક વિદ્યાર્થી સગીર હોવાનું ખૂલ્યુ છે. ફરિયાદ થયા બાદ યુનિવર્સિટીની એન્ટી રેગિંગ કમિટીએ પોલીસને રિપોર્ટ સોંપ્યો છે. કુવાડવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટની આ યુનિવર્સિટી અનેકવાર વિવાદોમાં આવી ચૂકી છે. અગાઉ પણ આ યુનિવર્સિટીમાં એક ક્લાસરૂમમાં યુવક-યુવતીના કિસ કરતા અભદ્ર વીડિયો વાયરલ થયા હતા. તેમજ થોડા સમય પહેલાં પણ એક વિદ્યાર્થીએ હોસ્ટેલમાંથી કૂદકો મારી આત્મહત્યા કરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *