પોલીસ પણ અસુરક્ષિત / રાજકોટમાં એક પોલીસ કોન્સ્ટેબલની બીજી મહિલા કર્મીને ધમકાવી, જુઓ એની સાથે વાત નહિ કરે તો આ વાત ની ધમકી આપી બદનામ કરશે

ટોપ ન્યૂઝ રાજકોટ

શહેરની યુવતીઓ, મહિલાઓની જેના શિરે સુરક્ષાની જવાબદારી છે એવા પોલીસતંત્રમાં જ ઘર ફૂટે ઘર જાય એવો ઘાટ સર્જાયો છે. પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાને તેની સાથે જ ફરજ બજાવતા કોન્સ્ટેબલે જાતીય સતામણી કરી બદનામ કરવાની ધમકી આપતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે.

બેભાન હાલતમાં સારવાર માટે ખસેડાઈ
એ-ડિવિઝન પોલીસમથકના પીઆઇ સી.જી.જોશીએ જણાવ્યું હતું કે ગત મંગળવારે રામનાથપરા પોલીસલાઇનમાં રહેતા અને ટ્રાફિક-પોલીસ તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ રાશિદ બસીર શેખના ક્વાર્ટરમાંથી ટ્રાફિક-પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ રહસ્યમય રીતે બેભાન હાલતમાં મળતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઇ હતી. અગાઉ ભાવનગરની યુવતીને ભગાડવાના બનાવમાં અગાઉ કોન્સ્ટેબલ રાશિદ સંડોવાયો હોઈ, તેણે મહિલા કોન્સ્ટેબલને ગળાટૂંપો આપ્યો કે આપઘાતનો પ્રયાસ કર્યો એ અંગે પોલીસલાઇનમાં ચર્ચાઓ શરૂ થઇ હતી.

પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
મહિલા કોન્સ્ટેબલના જણાવ્યા મુજબ, તે અને રાશિદ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં હોવાથી બંને વચ્ચે પરિચય હતો. રાશિદે કચેરીમાંથી જ પોતાના મોબાઇલ નંબર મેળવ્યા હતા. બાદમાં તે અવારનવાર પોતાને રિંગ કરી તેની સાથે વાત કરવા દબાણ કરતો હતો. એટલું જ નહિ, રોલકોલમાં પણ તે વાત કરવાનો પ્રયાસ કરતો હતો. એક વખત રાશિદે પોતાને ઊભી રાખીને કહ્યું હતું, જો તું મારી સાથે વાત નહિ કરે તો તારા પરિવારને બધી વાત કરી દેશે. સ્ટાફમાં તેમજ સમાજમાં બદનામ કરી મારી નાખવાની અને ચારિત્રહીનતાનું આળ મૂકી બદનામ કરી નાખવાની ધમકી આપી હતી. બે દિવસ પહેલાં બનેલા બનાવની ટ્રાફિક એસીપીને જાણ થતાં તરત કોન્સ્ટેબલ રાશિદ શેખની ટ્રાફિક શાખામાંથી હેડ ક્વાર્ટરમાં બદલી કરી દેવાઇ હતી. મહિલા કોન્સ્ટેબલના નિવેદન બાદ કોન્સ્ટેબલ રાશિદ શેખ સામે ગુનો નોંધી સકંજામાં લીધો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.