અરરર / ભગવાનનું બીજું સ્વરૂપ કહેવાતા કઠંગી હાલતમાં ડોક્ટર સાથે યુવતી કરી ગઈ કાંડ, જુઓ હોટેલમાં બોલાવીને કર્યું એવું કે જાણીને તમે ચક્કર ખાઈ જશો

ગુજરાત ટોપ ન્યૂઝ

ભાવનગરના એક તબીબને ‘હની ટ્રેપ’નો શિકાર બનાવતી ટોળકીએ આટલા કરોડની માતબર રકમની ખંડણી માંગી બ્લેકમેઇલ કરતી એક યુવતી અને તેના સાગરીત સહિત બેની પોલીસે ધરપકડ કરી છે. જયારે આ બનાવમાં હજુ ત્રણ આરોપીઓ ફરાર હોય જેને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગરના એક તબીબને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલી કાજલ નામની એક યુવતી સાથેની દોસ્તી ભારે પડી હતી. તબીબ સોશિયલ મીડિયા માધ્યમથી યુવતીના સંપર્કમાં આવ્યા હોય જેથી યુવતીએ તબીબ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિકટતા કેળવી અને પછી મળવા હોટેલ પર બોલાવ્યો હતો.

હોટેલમાં તબીબને ઠંડા પીણામાં નશાકારક પદાર્થ ભેળવી દેતા તબીબ અર્ધ બેભાન અવસ્થામાં હોય ત્યારે કઢંગી હાલતમાં યુવતીએ તબીબ સાથે વીડિયો બનાવી અને બાદમાં યુવતી અને તેના સાગરીતો દ્વારા તબીબને વીડિયો મોકલી દોઢ કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરી હતી અને જો નહિ આપે તો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.

પરંતુ દોઢ કરોડ(1.5 કરોડ) જેવી માતબર રકમ તબીબ પાસે ના હોય આખરે તબીબે ભાવનગર બોરતળાવ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે ભાવનગર પોલીસે આ બનાવને ગંભીરતાથી લઇ હનીટ્રેપની ઘટનામાં કાજલબેન રાજેશભાઇ વાછાણી રહે. નિકોલ અમદાવાદ, તથા વિજયભાઇ ભોપાભાઇ પરમાર રહે. નોંધણવદર તા. પાલીતાણા જી. ભાવનગર વાળાને ગણતરીની કલાકોમાં પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ઘરી હતી. જયારે હજુ આ ટ્રેપમાં સામેલ અન્ય ત્રણ લોકો ફરાર હોય જેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.