19 વર્ષની ‘લેડી ડોન’ ડબ્બામાં પુરાણી / ફેસબુક પર લાઈવ કરીને દારૂ અને સિગારેટ પીયને બીજી ગેંગને ધમકી અને ગાળો આપતી, જુઓ પોલીસે ધરપકડ કરીને એવા હાલ કર્યા કે… : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

રાજસ્થાનના ક્રાઈમ વર્લ્ડમાં ઊભરી આવેલી ‘લેડી ડોન’ આખરે પોલીસના સકંજામાં આવી ગઈ. કરૌલીની 19 વર્ષીય રેખા મીના તમંચે પર ડિસ્કો ગીત પર ડાન્સ કરવાની સાથે દારૂની પાર્ટીની શોખીન છે અને તેનો ગેંગવોરનો વ્યવસાય છે. તે ફેસબુક પર લાઇવ થાય છે અને જાહેરમાં વિરોધી ગેંગને ધમકીઓ આપે છે. સિગારેટના ધુમાડાની વીંટી બનાવીને રેખા એટલી ખરાબ રીતે ગાળો આપે છે કે સાંભળનારાના કાન ફાટી જાય છે. પોલીસે જ્યારે પહેલીવાર પકડમાં આવેલી રેખાનો ઈતિહાસ શોધ્યો તો ચોંકાવનારી બાબતો સામે આવી. પોલીસ લગભગ અઢી મહિનાથી રેખાનાં છુપાવાનાં સ્થળો પર દરોડા પાડી રહી હતી.

ટોડાભીમના નાંગલા લાટની રહેવાસી રેખાની માતાનું તેના બાળપણમાં જ અવસાન થયું હતું. ગામમાં પિતા ખેતી કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. જયપુરના જગતપુરામાં સ્કૂલનો અભ્યાસ કરનાર રેખા ક્યારે ક્રાઈમની દુનિયામાં ગઈ, તેના પિતાને ખબર પણ ન પડી. સોશિયલ સાઈટ્સ પર રેખા ગર્વથી જયપુરની એક પ્રતિષ્ઠિત શાળામાંથી અભ્યાસ કરવાની વાત કરે છે.

રેખા તેના વિરોધી જૂથને ફેસબુક પર લાઇવ કરીને અપશબ્દોનો વરસાદ કરે છે. વર્ચસ્વ એવું છે કે જ્યારે તે લાઈવ હોય છે ત્યારે સામેના બદમાશો મૌન રહેવામાં જ સારું માને છે. સમગ્ર કરૌલીમાં આ લેડી ડોનનો ડર છે.

કરૌલી જિલ્લામાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક લોકો લેડી ડોન રેખાને જાણે છે. છેલ્લા છ મહિનાથી લેડી ડોનની ચર્ચાઓ થઈ રહી છે. પાર્ટી નાની હોય કે મોટી, તે રેખાના નામથી જ શરૂ થાય છે અને એ જ નામ પર સમાપ્ત થાય છે.

રેખા ફેસબુક અને યુટ્યૂબ પર પણ આગળ છે. લડાઈ-ઝઘડા એ નાની બાબત છે, તમંચા પર ડિસ્કો કરીને રીલ્સ બનાવનારી રેખા મોટા-મોટા બદમાશોની બોલતી બંધ કરી નાખે છે. સોશિયલ સાઈટ પર રેખાના ફોલોઅર્સ ઓછા નથી. લાઇવ થતાં જ ડોનના ફોલોઅર્સ તેનો વીડિયો શેર કરવાનું શરૂ કરે છે.

સોશિયલ મીડિયા પર રેખાને લઈને યુવાનોમાં ઘણો ક્રેઝ છે. તે પોતાના જયપુરથી ગોવા જવાના પ્રવાસની રીલ્સ બનાવીને શેર કરતી રહેતી હોય છે. રેખા કહે છે કે છુપાઈને શું કરવું, સામે આવીને લડે તે મર્દ છે. રાઈડિંગની શોખીન રેખા મીનાને સ્પોર્ટ્સ બાઈક અને લક્ઝરી કાર પસંદ છે.

રેખા જે કહે છે એ કરે છે. કરૌલીમાં તે જયપુરના જગતપુરામાં તેમને દગો આપનારા ગુંડાઓ સામે લડવાની ધમકી પણ આપે છે. હકીકતમાં 28 સપ્ટેમ્બરની સાંજે બદમાશ અનુરાજ એક ડઝન સાથીઓ સાથે હિસ્ટ્રીશીટર પપ્પુ મીના ઉર્ફે પીએલ ભડક્યાના ઘરે ગયો હતો. તેણે પપ્પુના પેટમાં ગોળી મારી અને તેના પરિવારને માર માર્યો. 1 નવેમ્બરના રોજ પોલીસે આ કેસમાં ફરાર અનુરાજની ધરપકડ કરી હતી. ત્યાર પછી તપાસમાં એ વાત સામે આવી કે અનુરાજે રેખાના કહેવા પર આ કર્યું હતું. રેખાના કહેવા પ્રમાણે વીડિયો બનાવ્યો, પણ શેર ન કર્યો. ત્યારથી પોલીસ પણ રેખાને શોધી રહી હતી.

( જુઓ 19 વર્ષની લેડી ડોન નો વિડિઓ : https://videos.bhaskarassets.com/2022/01/21/78-lady-don-prithvy-20220121t103755z-001_1642771269/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.