અરરર… જુઓ તો ખરા આ કળયુગનો પરિવાર / દીકરીની નજર સામે મા બીજા પુરૂષ સાથે તો પિતા પણ બીજી યુવતી સાથે રૂમમાં પૂરાતા, હીના આંખો બંધ કરી લેતી, અને પછી….

અજબ ગજબ ટોપ ન્યૂઝ

કુરિયર લઈને અંદર આવેલી વૃંદા કુરિયરને ફેરવી ફેરવીને જોવા લાગી. શું હશે? મોકલનારનું નામ તો દેખાતું નથી. આકાશના ગયા પછી તો ભાગ્યે જ કુરિયર આવ્યા છે ને આજે આમ અચાનક? એકસાથે અનેક પ્રશ્નો એના મનમાં ઉવ્યા. થોડું કામ અને ઘરનું ફનચર ચાદરોથી ઢાંકવાનું બાકી હોવા છતાં ‘હજુ તો અન્વુના ડ્રાઈવરને આવતા વાર લાગશે, લાવને કુરિયર જોયા પછી બાકીનું કામ પૂરું કરું.’ એમ બબડતી કુરિયર ખોલવા લાગી. જેમજેમ રતનપુર વિશેનું લખાણ વાંચતી ગઈ એમ પોતે ત્યાં વિતાવેલા જીવનના સુવર્ણ દિવસોનાં સ્મરણોમાં ઊતરી ભૂતકાળમાં ડોકિયું કરી રહી.

વૃંદા નવમા ધોરણની પરીક્ષા આપી રજાઓમાં માતા-પિતા સાથે પહેલી વાર રતનપુર ગઈ હતી. ચોતરફ વૃક્ષો ને પર્વતોની હારમાળા, રંગબેરંગી પુષ્પો, તરુઓની શીતળ છાયામાં કલરવતાં પક્ષીઓ ને ખળખળ વહેતાં ઝરણાંઓની વચ્ચે વસેલું રતનપુર રળિયામણું તો હતું જ પણ ત્યાં પહોંચવાનો રસ્તો કપરો હતો. વાહનને અરધે રસ્તે મુકી સાપના લીસોટા જેવાં વાંકાચૂંકા રસ્તે પગપાળા ડુંગર પાર કરીને ત્યાં પહોંચાય. લાલ માટીની ગારથી લીંપેલા ને છાપરે દેશી નળિયાંવાળા નાના-નાના ઘરો છુટાંછવાયાં પથરાયેલાં હતાં. ગામમાં હજી આધુનિકતાનો વાયરો ફૂંકાયો ન્હોતો. વીજળી, ટેલિફોન એવું કાંઈ એ લોકોએ જોયું પણ ન્હોતું. સારા-નરસા પ્રસંગમાં ગામનો એક વ્યક્તિ ડુંગર પર ચઢી થાળી વગાડી સંદેશ આપે. તેવામાં ગામ આખું ભેગું થઈ જતું. ડુંગરોનો પ્રદેશ એટલે બાજરી ને મકાઈ સિવાય કશું પાકે નહીં. રાબ, ભાજી, બાજરી-મકાઈના રોટલા અને જંગલની પેદાશો પર નભતાં ગામલોકો તહેવારો પર જે વાનગીઓ બનાવે એની સામે મોંઘી હોટેલોનું જમવાનુંય ફિક્કું લાગે. નાની વૃંદાને તો રતનપુરની હરિયાળી ને લોકોની સાદી-સરળ જીવનશૈલી એટલી સ્પર્શી ગઈ કે ભવિષ્યમાં એ લોકો માટે કાંઇક કરવાનો નિર્ણય કર્યો હતો.

રતનપુરની યાદગાર મુલાકાતનાં દસેક વર્ષ પછી શહેરની મોંઘી નોકરી છોડી વૃંદા એ વિસ્તારનાં ગરીબ બાળકોને શિક્ષણ આપતી સંસ્થામાં શિક્ષિકા બનીને ગઈ. પર્વતીય વિસ્તારનાં લોકો ધંધાર્થે અન્ય સ્થળે જતાં હોઈ પોતાના બાળકોને શિક્ષણાર્થે સંસ્થામાં મુકી છેક છ મહિને કે વર્ષે એકાદવાર મળવા આવે એટલે બાળકોની સંપૂર્ણ જવાબદારી વૃંદાની રહેતી. એ બાળકોના વિકાસ માટે જ વૃંદાએ રતનપુરને પોતાની કર્મભૂમિ બનાવી હતી. નોકરી દરમિયાન કેટલાંય બાળકો આવ્યાં ને ગયાં… એમાંની એક બાળકી તે હિના… ઘરની ડોરબેલ ફરી રણકી ને ‘માજી… ઓ માઆ…જીદની બૂમ પડી. અજાણ્યા અવાજથી વૃંદા ચોકી ગઈ. ‘અન્વય સરે મોકલ્યો છે, આપને લેવા.’ ‘હા… હા… આવું છું.’ ફર્નિચર ચાદરથી ઢાંકી, બાકીનું કામ ઉતાવળે પૂરું કરી વૃંદા ગાડીની પાછલી સીટે બેસી પેલું પુસ્તક વાંચવા લાગી. લખાણ ભલે હિનાનું હતું, પણ સ્મરણો તો પોતાનાંય ખરાં ને. એટલે એણે તો સ્મરણોમાં ડૂબકી લગાવી…

‘ઘરેથી કોઈ મળવા આવશે એવી આશાએ મારા સિવાય બધી છોકરી રવિવારની રાહ જોતી હોય. મને તો કોઈ મળવા નહીં આવે એવી ખાતરી હોવાથી રવિવાર જલદી ન આવે એવી મારી પ્રાર્થના રહેતી. સંસ્થામાં મુકી ગયા પછી કોઈ જોવાય આવ્યું ન્હોતું. ઘરે ગઈ ત્યારે જાણ થયેલી કે મારા માતા-પિતા અલગ થઈ ગયાં છે.’ પુસ્તકનું આ વાક્ય વાંચીને વૃંદા અચાનક ચમકી, થોડાં વર્ષ પૂર્વેની ઘટના યાદ આવતા વૃંદાની નજર સમક્ષ અન્વયનો માસુમ ચહેરો તરવરવા લાગ્યો. થોડીવાર આંખો મીંચી કશુંક વિચારવા લાગી પણ મન પુસ્તક વાંચવા લલચાયું

‘મારાં બા-બાપુ એકબીજાથી છૂટાં થઈ અન્ય વ્યક્તિઓ સાથે રહેવાં લાગ્યાં હતાં. હું ઘરે ગઈ ત્યારે બાજુવાળા કાકાએ ‘તું કોની સાથે રહીશ?’ એમ પૂછેલું. મારે તો બંને સાથે રહેવું હતું પણ એ શક્ય ન હોવાથી તેઓ મને નાનીના ઘરે મૂકી ગયેલા. નાની મને સંસ્થાના ભરોસે મુકીને ગઈ એ ગઈ. એ પછી મને મળવા કે મારાં ખબર-અંતર પૂછવા કોઈ આવ્યું નહીં. મારી સાથે ભણતી છોકરીઓની માતા મળવા આવે ત્યારે નવડાવે, કપડાં ધોઈ આપે, જમાડે -એવું બધું જોઈ મને મારી બા યાદ આવતી, એટલે રવિવારે હું આખો દિવસ ઓરડામાં ભરાઈ રહેતી. ‘તને કોઈ મળવા ન આવ્યું? એમ કોઈ પૂછે તો હું ‘બા-બાપા કામ પરથી આવ્યાં નહીં હોય એવું બહાનું બનાવી દેતી. મારાં બા-બાપાએ એમનું નવું જીવન જીવવા લાગ્યાં હતાં પણ મારું શું? કશી ભૂલ વગર મને એકલી કેમ છોડી દીધી? કેટલાય દિવસો સુધી હું આમ વિચારીને અકળામણ અનુભવતી. મારી વેદના કોઈને કહી ન શકતી એટલે એકાંતમાં ખૂબ રડતી. વૃંદાબેને વર્ગમાં ડાયરી લખવાની વાત કરેલી ત્યારથી હું મારી વેદના ડાયરીમાં લખતી પણ કોઈ વાંચી ન જાય એ બીકે પાનાં ફાડી નાખતી.

ધીમેધીમે હિંમત વધતાં મારી વ્યથા જેમ ડાયરીમાં ઠલવાતી ગઈ એમ મન હળવું થતું ગયું…’ હિનાની સામે જ મા ઘરે ન હોય ત્યારે બાપ બીજી યુવતીને લઈને ઘરે આવતો અને બાપ ઘરે ન હોય ત્યારે મા બીજા પુરૂષ સાથે રૂમમાં જતી હતી. બંનેએ એક દીકરીની પરવા કર્યા વિના પોત પોતાના જીવન સાથીની પસંદગી કરી લીઘી હતી અને હીનાને એકલી મૂકી દીધી હતી. બંને જણા દીકરીની સામે જ રૂમમાં જતા હતા. એ જોઈને ખુદ હીના થાકી ગઈ હતી. એને ખબર પડી હતી કે એનું કોઈ ભવિષ્ય જ નથી. બંનેમાંથી કોઈને દીકરીની પડી જ હતી. હીનાએ ઘણીવાર આંખો બંધ કરી લેવી પડે એવું વર્તન તેઓ કરતા હતા. માનો પ્રેમી તો હીના પર પણ નજર બગાડતો હતો. એટલે એને થતું કે પિતા સારા છે. પણ બંનેમાંથી કોઈ એને રાખવા માટે તૈયાર ન હતું. મા સાથે ગઈ તો પ્રેમી એને છોડશે નહીં એ એને ખબર હતી. આમ છતાં મા ચૂપ હતી એને તો એની પડી હતી.

આકાશનું નામ વાંચીને વૃંદાનું મન વિચલિત થઈ ગયું. પુસ્તક બાજુ પર મૂકી મનોમન બોલી, ‘સુખી પરિવાર!! આકાશની સમજદારી વિષે હિનાને ક્યાંથી ખબર હોય? શહેરના વાતાવરણથી અંજાયેલો આકાશ મનથી નહીં મજબૂરીમાં સંસ્થા સાથે જોડાયો હતો. રતનપુર છોડવાનો જેવો મોકો મળ્યો કે મને કહી દીધેલું, ‘જો તારે મારી સાથે રહેવું હોય તો રતનપુર છોડીને શહેરમાં ચાલ, ન આવવું હોય તો મને છૂટાછેડા આપી દે અને જીંદગીભર સેવા કર.’ ‘અન્વુ પેટમાં ના હોત તો એ જ ક્ષણે આકાશને છોડી દીધે હોત પણ મજબૂરીએ આકાશની સાથે શહેરમાં જવું પડયું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.