સોનાની મુરત એવા ‘સુરત’ ને કોની નજર લાગી? સુરતમાં વધુ એક ખાનગી બસ બળીને ખાખ, એક જ અઠવાડિયામાં બે-બે ઘટનાઓ બનતા અધિકારીઓ દોડતા થયા : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

સ્માર્ટ સીટી સુરત શહેરને થઇ શું રહ્યું છે, એ કઈ સમજ નથી પડી રહી. હમણાં થોડા દિવસ પહેલા હીરાબાગ(Hirabag) ખાતે ખાનગી બસ સળગી ઉઠી હતી અને એક યુવતીનું મૃત્યુ પણ થયું હતું. ત્યારે ફરી એક વખત આગ લાગતા સુરત શહેરમાં અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે.

ગુજરાતના આગકાંડ સાથે શુ નાતો છે. ઉનાળાની મોસમમાં આગના બનાવ બને તો સમજી શકાય. પરંતુ ઠંડીની મોસમમા આગના બનાવ બની રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે, ગુજરાતને આગની ઘટનાઓ સાથે શુ નાતો છે. આખરે આ શાના સંકેત છે. ગુજરાતમાં આગના બનાવો કોઈને ને કોઈનો ભોગ લે છે. ક્યાક કંપની, ક્યાક ફેક્ટરી, તો ક્યાંક બસમાં આગના બનાવો વધી રહ્યા છે.

સુરતમાં પાર્ક કરેલી બસ કેવી રીતે સળગી?
સુરતમાં વધુ એક બસમાં આગ લાગ્યાની ઘટના બની છે. સુરતના હજીરા વિસ્તારમાં પાર્કિગ કરેલી બસ એકાએક ભડભડ સળગી ઉઠી હતી. રાત્રે સાડા 11 કલાકે બસમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જોકે, અડાજણ ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. બસમાં લાગેલી આગની ઘટનામાં કોઈ જાનહાનિ બની ન હતી. જોકે, બસમાં આગ લાગ્યાનું કારણ હજુ અકબંધ છે.

મળતી માહિતી અનુસાર શહેરના હજીરા(Hazira)ના મોરા(Mora) ગામમાં આ આગની ઘટના બની છે. આ આગ ઘટનામાં એક ખાનગી બસ બળીને ખાખ(Fire in private bus) થઇ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રસ્તાની સાઈડમાં પાર્ક કરેલ ખાનગી બસમાં આગ લાગતા બસ બળીને આખી ખાક થઇ ગઈ હતી.

આગ લાગતાની સાથે જ હજીરા ઇન્ડ્રસ્ટ્રી વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. આ ઘટના અંગે સ્થાનિક ઇન્ડસ્ટ્રી ફાયર અને સુરત ફાયર ઘટના સ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ વિકરાળ આગને કારણે બસ આખી બળીને ખાક થઇ ગઈ હતી.

રાહતના સમાચાર એ છે કે, આ આગ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની સામે આવી નથી. બસમાં શા માટે, ક્યાં કારણોસર આગ લાગી તે અંગેની કોઈ માહિતી સામે આવી નથી. ફરી એક વખત ખાનગી બસમાં આગ ફાટી નીકળતા હવે બસ મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા છે.

આ પહેલા હીરાબાગ ખાતે રાજધાની નામની ખાનગી બસ બળીને ખાક થઇ ગઈ હતી અને તેમાં ફસાઈ ગયેલ એક યુવતી જીવતી જ આગમાં હોમી ગઈ હતી. આ બસ આગ ઘટનાએ સમગ્ર સુરતને હચમચાવી નાખ્યું હતું, માત્ર આટલું જ નહિ પરંતુ થોડા દિવસ પહેલા પલસાણાની સોમ્યા પ્રોસેસિંગ મિલમાં આગ ફાટી નીકળતા 3 યુવકોના કરુણ મોત થયા હતા.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=3093384047571037 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.