પોલીસને ખુલ્લો પડકાર / સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા, જાહેરમાં લાકડીઓ અને તલવારથી મચાવ્યો આંતક : જુઓ CCTVવિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

શહેરમાં અવારનવાર અસમાજિક તત્વો પોતાનો રૌફ વરસાવતા હોય છે અને પોતે કઈક છે તેવું સાબિત કરવા માંગે છે. ત્યારે આવી જ એક ઘટના સુરતના પુણાગામ(Punagam) વિસ્તારમાં સામે આવી છે. જેમાં પુણા પોલીસ સ્ટેશન(Puna Police Station) હદ વિસ્તારમાં જ લુખ્ખા તત્વો બેફામ બની ગયા છે. જાણે કે પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય.

પુણાગામ વિસ્તારના પુણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં અસામાજિક તત્વો નો આતંક જોરે ચડ્યો છે. આ પરથી એવું લાગી રહ્યું છે કે, આ લુખ્ખા તત્વો સામેથી પોલીસને ચેલેન્જ આપી રહ્યા છે. સાથે ખાખીનો કોઈ પણ પ્રકારનો ડર જ ન હોય તેવું આ સીસીટીવી જોતા લાગી રહ્યું છે.

માથાભારે તત્વોએ લાકડી, ફટકા અને તલવારના જોરે સમગ્ર વિસ્તારમાં આંતક મચાવતા લોકોમાં ભયનો માહોલ ફેલાય ગયો છે. લાકડી, ફટકા અને તલવાર વડે હુમલો કરતા સમગ્ર પંથકમાં ડરનો માહોલ ફેલાય ગયો છે. હાલમાં તો આ લુખ્ખાગીરીના તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે.

અસામાજિક તત્વો જ પોલીસના હદ વિસ્તારમાં બેફામ બનતા પોલીસ તંત્ર સામે પણ સવાલ ઉદભવી રહ્યા છે કે, શું પોલીસ આ અંગે કોઈ કાયદાકીય પગલા કે કડક કાર્યવાહી અસામાજિક તત્વો સામે કરશે કે, પછી જોવું જ રહ્યું. આ પ્રકારની લુખ્ખાગીરી કરીને અસામાજિક તત્વો સાબિત શું કરવા માંગે છે?


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.