શહેરના ડિંડોલી(Dindoli)ના રામી પાર્ક સોસાયટીના ગેટ પર દારૂડિયાઓએ પિતા-પુત્ર સહિત અનેકને જાહેરમાં ફટકારી બેફામ રીતે હોબાળો કર્યો હોવાનો કિસ્સો ફરી એક વખત CCTVમાં કેદ થઈ જવા પામ્યો છે. એટલું જ નહીં પણ અસામાજિક તત્વો જે યુવક સાથે બેસીને દારૂ પી અને તેનો પરિવાર વિરોધ કરે તેણે જ માર માર્યો હોવાનું બહાર સામે આવ્યું છે.
મોડીરાત્રે થયેલ હોબાળા પછી સવારે દોડી આવેલી પોલીસ એકને પકડી ગઈ હોવાનું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું છે. જોકે હુમલો કરનાર અસામાજિક તત્વો ક્યાંના છે, કોણ છે અને ક્યારથી સોસાયટીના ગેટ પાસેના ઘરમાં દારૂની પાર્ટીઓ કરવા માટે આવ્યા છે. આ મામલો પોલીસ માટે પણ તપાસનો વિષય બની ગયો છે.
મચ્યો ભારે હોબાળો: સ્થાનિક લોકોએ જણાવતા કહ્યું હતું કે, રાત્રે અંદાજે 11 વાગ્યા પછી સોસાયટીના ગેટ બહાર ભારે હોબાળો મચી જતા આખી સોસાયટી ભેગી થઈ જવા પામી હતી. એટલું જ નહીં પણ કેટલાક અજાણ્યા ઈસમો ગેટ બહાર ઈસ્ત્રી ઘર ચલાવતા પિતા-પુત્રને મારતા જોઈ બચાવવા જતા એમની સાથે પણ બદમાશ તત્વોએ મારા મારી કરી લાકડીના ફટકા સહિતના તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો સહીત હોબાળો કર્યો હતો.
સમગ્ર હોબાળા અને માથાકૂટ દરમિયાન 4 લોકોના મોત: મોડી રાત્રે થયેલા આ હોબાળામાં ત્રણથી ચાર યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસને જાણ કરાયા બાદ પણ પોલીસ સમયસર ન આવી હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. અસામાજિક તત્વોએ કરેલ હોબાળાથી રાત્રી કર્ફ્યૂ અને પોલીસ પેટ્રોલિંગ સામે પણ અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. જોકે મારામારીની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ જતા હવે પોલીસ કોઈ ઉકેલ લાવે એવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!