ખુલ્લેઆમ ગુંડાગર્દી / જુઓ ધોળા દિવસે અસામાજિક તત્વોએ મચાવ્યો આંતક, ગાડીઓના કાચ પણ ફોડ્યા, જુઓ પછી પોલીસે આવીને એવા હાલ કર્યા કે….

ગુજરાત ટોપ ન્યૂઝ

શહેરનાં કરણપરા વિસ્તારમાં ચકચારી ઘટના બની હતી. બાઇક પર આવેલા પાંચ જેટલા શખ્સોએ તલવાર, ઘારીયા સહિતનાં હથિયારો સાથે ધોળે દિવસે આંતક મચાવ્યો હતો. બે ફોર વ્હિલ કાર, પાનની દુકાન અને રાજેશ્રી સિનેમા પાસે આવેલી ચાની કિટલી પર તોડફોડ કરી હતી. તોડફોડ થયાની માહિતી પોલીસને મળતા એ-ડિવીઝન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અસામાજિક ત્તત્વોએ તોડફોડ કરતા દુકાનો ટપોટપ બંધ થવા લાગી હતી. પોલીસે આસપાસનાં સીસીટીવી કબજે કરતા ચાર થી પાંચ જેટલા શખ્સો ઘાતકી હથિયારો સાથે તોડફોડ કરતા જોવા મળ્યા હતા. જેને આધારે એ – ડિવીઝન પોલીસ સ્ટેસને ચાર શખ્સોને રાઉન્ડ અપ કર્યા હતા. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.

કરણપરા વિસ્તારમાં થયેલી બબાલમાં પોલીસની પ્રાથમિક તપાસમાં ભરત ગમારા અને રણજીત ચાવડિયા વચ્ચે સાત વર્ષ થી બબાલ ચાલી રહી છે. ૭ વર્ષ પહેલા થયેલી બબાલની અદાવતને કારણે ગત રવિવારનાં પણ બન્ને જૂથ વચ્ચે માથાકુટ થઇ હતી. જોકે સમાધાન થયું હતું. ફરી એક વખત આજે રણજીત ચાવડીયાના સાગરીતોએ આજે બબાલમાં બે વાહનો, એક પાનનો ગલ્લો, ચા નો ગલ્લો અને ઓફિસમાં તોડફોડ કરી હતી. ઇજાગ્રસ્તોનું કહેવું છે કે, બાઇક પર આવેલા શખ્સોએ તોડફોડ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ચાની કિટલી પર કામ કરતા બે શખ્સોને પણ માર માર્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ, બપોરે એકાદ વાગ્‍યે રાજેશ્રી સિનેમા સામે આવેલી ગમારા પરિવારની હોટેલ પર દસ બાર શખ્‍સોએ આવી ધોકા તલવાર ઉગામી તોડફોડ કરી આતંક મચાવતા નાસભાગ મચી ગઇ હતી. તોડફોડ કરતાં આ શખ્‍સોનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. બનાવની જાણ થતાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતાં. જો કે એ પહેલા પ્રહલાદ પ્‍લોટ અને કરણપરા વિસ્‍તારમાં ગમારા અને ભગત (ચાવડીયા) જૂથના લોકો નીકળી પડતાં ટપોટપ દૂકાનો બંધ થઇ ગઇ હતી.

ચાવડીયા (ભગત) જૂથના લોકોના કહેવા મુજબ ત્રણ દિવસ પહેલા કરણપરામાં ચૌહાણ પાન પાસે રવિ ગમારા નામનો શખ્‍સ બીજા કોઇ શખ્‍સ સાથે માથાકુટ કરતો હોઇ તે વખતે ચાવડીયા-ભગત જુથના લોકોએ તેને અટકાવ્‍યો હતો. તે વખતે બેડીપરાના લીલા ખીંટ, રવિ, સતિષ, કરણ, સુનિલ, કમો ગમારા, કરસનભાઇ સહિતનાએ માથાકુટ કરી હતી. અને ભગત ચાવડીયા ગ્રુપના ભગીરથભાઇની ગાડીમાં તોડફોડ કરી હતી. આ બાબતે માથાકુટ થતાં ગઇકાલે ફરીથી ડખ્‍ખો થયો હતો.

બાદમાં ગમારા અને ચાવડીયા-ભગત જૂથના લોકો દિવાનપરાના મછોમાતાના મંદિર ખાતે સમાધાન માટે ભેગા થવાના હતાં. પરંતુ તેઓ ભેગા થયા નહોતાં. એ પછી રાત્રીના પણ બંને જુથના છોકરાઓ એક બીજા સાથે માથાકુટ કરે તેવી પરિસ્‍થિતિ ઉભી થઇ હતી. જે અંતર્ગત આજે બપોરે રાજેશ્રી સિનેમા સામે આવેલી ગમારાની હોટેલ ખાતે ટોળુ ધસી આવ્‍યું હતું અને ધોકા તલવારથી ધમાલ મચાવી ખુરશીઓમાં, ટેબલમાં તોડફોડ કરી હતી. એક બોલેરો ગાડી અને મહિન્‍દ્રા ટીયુવી ગાડીમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જેને પગલે ભયનાં માર્યા વેપારીઓએ ટપોટપ દૂકાનો બંધ કરી દીધી હતી. થોડીવાર માટે પરિસ્‍થિતિ ભયજનક બની ગઇ હતી. પરંતુ પોલીસના ધાડેધાડા ઉતરી પડતાં બધુ શાંત પડી ગયું અને દૂકાનો ફરીથી ખુલી હતી.

હાલ તો પોલીસે ચાર શખ્સોને રાઉન્ડ અપ કરીને પુછપરછ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સાત વર્ષ પહેલા થયેલી બબાલનો ખાર રાખીને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે સીસીટીવી આધારે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે અને ફરાર થયેલા શખ્સોની શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત સમગ્ર મામલે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવા માટેનો દમ પણ ભર્યો છે. જો કે પોલીસની બીક હવે અસામાજિક તત્વોમાં પ્રસ્થાપિત થાય તે ખુબ જ જરૂરી બન્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.