અનુપમ ખેરના બદલાયા સુર, મોદી સરકારની જાહેરમાં ટીકા કરી

ઇન્ડિયા ટોપ ન્યૂઝ બોલિવૂડ

સરકાર પર ભડક્યા અનુપમ ખેર કહ્યું, ‘આ સમય ઇમેજ બનાવવાનો નહી પરંતુ જીવ બચાવવાનો છે’

બોલીવૂડ એક્ટર અનુપમ ખેરે બુધવારે કહ્યું કે કો-રોનાની બીજી લહેર માટે દેશમાં જે પણ થઇ રહ્યુ છે તેના માટે સરકાર જવાબદાર છે.

નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારની નજીક ગણવામાં આવતા એક્ટર અનુપમ ખેરે કહ્યું કે સરકારને તે સમજવુ જરૂરી છે કે ઇમેજ બનાવવા કરતા વધારે જરૂરી જીવન બચાવવુ છે.

એનડીટીવીને અપાયેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, સરકારથી સ્વાસ્થ્ય સંકટના પ્રબંધનમાં ચૂક તો થઇ છે પરંતુ બીજા રાજનૈતિક દળોએ આ ખામીઓનો ફાયદો ન ઉઠાવવો જોઇએ, તે ખોટી વાત છે.

દેશભરમાં કો-રોનાની બીજી લહેરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. સરકારના પ્રયત્નો નિષ્ફળ સાબિત થતા જણાઈ રહ્યા છે. કો-રોના સંક્રમિતોની સંખ્યા અને મૃત્યુઆંકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિમાં લોકો સરકારને પ્રશ્ન કરી રહ્યા છે. બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે પણ બુધવારના રોજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી હતી અને તેમને સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, સરકારે સમજવું જોઈએ કે આ સમયમાં ઈમેજ બનાવવા કરતા વધારે જરૂરી લોકોના જીવ બચાવવા છે.

ઉલ્લેખનીય છે કે અનુપમ ખૈરને નરેન્દ્ર મોદીના પ્રશંસક માનવામાં આવે છે. તે મોટાભાગે વડાપ્રધાન મોદીના વખાણ કરતા હોય છે અને કદાચ પ્રથમ વખત તેમણે જાહેરમાં સરકારની ટીકા કરી છે. અનુપમ ખેરએ બુધવારના રોજ એક ઈન્ટર્વ્યુમાં કહ્યું કે, કો-વિડ 19ની બીજી લહેર દરમિયાન દેશમાં જે કંઈ થઈ રહ્યું છે, તેના માટે સરકારને જવાબદાર ગણવી જરૂરી છે. અધિકારીઓની જાહેરમાં ટીકા કરવી અમુક વાર યોગ્ય હોય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *