મધ્યપ્રદેશમાં જાહેરમાં ચાકુ કાઢીને યુવકને માર મારતી લેડી ડોનનો વીડિયો સામે આવ્યો છે. ઇન્દોરમાં MIG વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરાંમાં એક યુવક સાથે કેટલીક યુવતીઓની ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વીડિયો ત્યાં હાજર કેટલાક લોકોએ તેમના મોબાઇલમાં કેદ કર્યો હતો. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક યુવતી બે ચાકુ લઈને આવે છે અને યુવકને ધમકાવે છે.
જોતજોતામાં અન્ય એક યુવક ત્યાં આવે છે અને બીજા યુવકને લાફા ચોડી દીધા છે. મહત્ત્વનું છે કે, આ વીડિયો ભલે વાઇરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. મધ્યપ્રેદેશના ઇન્દોરમાં પોતાની ધાક બેસાડવા માટે લેડી ડોન સક્રિય થઇ લોકો પર રોફ જમાવે છે.
અગાઉ પણ આ લેડી ખુલ્લી તલવાર લઈ દુકાનદારો પાસે હપ્તો ઉઘરાવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. લેડી ડોન હપ્તો ઉઘરાવવાની સાથે 1 વ્યક્તિ પાસેથી મોટર સાયકલની પણ લૂંટ ચલાવી હતી. આ સંદર્ભે પોલીસે લૂંટ સહિત 2 ગુના નોંધી લેડી ડોન તેમજ તેના અન્ય સાગરીતોની ધરપકડ કરી હતી.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/03/11/78-lady-don_1647002564/mp4/v360.mp4 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!