આવું કોણ કરે ભાઈ / પત્ની સાથે ઝઘડો થતા પતિએ પોતાના ફ્રેન્ડ સર્કલમાં પત્નીનો નંબર ફેલાવી દીધો, અને પછી મિત્રોએ અશ્લીલ ફોટા અને વિડિઓ સાથે કર્યું એવું કે જાણીને તમે ચોંકી ઉઠશો

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

કાનપુર (Kanpur) માંથી પતિ-પત્નીની લડાઈનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પત્નીએ દહેજ માટે ઉત્પીડનનો કેસ નોંધાવ્યો, ત્યારબાદ પતિએ બદલો લેવાની એવી રીત શોધી કાઢી કે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. મહિલાનો આરોપ છે કે તેના પતિએ તેનો ફોન નંબર 30 મિત્રોને આપી દીધો હતો

અને તેને અશ્લીલ મેસેજ મોકલી દબાણ કરવામાં આવે અને જેનાથી તેણી કેસ પાછો ખેંચી લે. પીડિતાએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી. તેમણે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. આ મામલો ચકેરી વિસ્તારનો છે, અહીં રહેતા આકાશના લગ્ન 2019માં શ્યામ નગરની એક મહિલા સાથે થયા હતા.

લગ્નના 2 વર્ષ પછી બંને વચ્ચે ઝઘડો શરૂ થયો, પત્નીનો આરોપ છે કે આકાશના પરિવારજનોએ ખોટું બોલીને લગ્ન કર્યા. આકાશ પણ કંઈ કરતો ન હતો, આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. લગ્નમાં તેના માતા-પિતાએ 15 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. મહિલાનો આરોપ છે કે વર્ષ 2021માં તેની સાથે મારપીટ કરવામાં આવી હતી અને ઘરની બહાર કાઢી દેવામાં આવી હતી.

સમાધાનના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે કામ ન થયું ત્યારે 2022માં મેં આકાશ અને તેના પરિવાર વિરુદ્ધ દહેજ કાયદા હેઠળ કેસ દાખલ કર્યો. આ પછી આકાશ એટલો ગુસ્સે થયો કે તેની પત્નીને બદનામ કરવા તેણે તેનો ફોન નંબર 30 મિત્રોમાં વહેંચી દીધો. આ પછી તેને અશ્લીલ મેસેજ, ફોટા અને વીડિયો આવવા લાગ્યા.

મહિલાનું કહેવું છે કે તેણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે તેને ગંભીરતાથી લીધી ન હતી. જેથી તેણે પોતાની ફરિયાદ લઈને કમિશનર પાસે આવવું પડ્યું હતું. મહિલા સેલના ACPને આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

પીડિત મહિલાનું કહેવું છે કે તેણે તેના પતિ આકાશ વિરુદ્ધ દહેજ કાયદા હેઠળ FIR નોંધાવી છે. તેને બદનામ કરવા પતિએ તેનો ફોન નંબર તેના મિત્રોને આપ્યો હતો. જે બાદ તેની પાસે ગંદા મેસેજ અને વીડિયો આવવા લાગ્યા. મહિલાએ જણાવતા કહ્યું કે, ‘હું થાકી ગઈ છું હવે જીવવું મુશ્કેલ થઈ ગયું છે, તેથી મારે ન્યાય માટે મારી અરજી આપવા પોલીસ કમિશનર સાહેબને આવવું પડ્યું.’


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.