લોકોના જીવ જોખમમાં મુક્યા / પંચમહાલમાં લગ્નના વરઘોડામાં આર્મીના જવાને જાહેરમાં ગોળીબાર કર્યો, એક તો ખુલ્લી તલવાર લઈને નાચ્યો : જુઓ LIVE ફાયરિંગનો વિડિઓ

ટોપ ન્યૂઝ ગુજરાત

પોલીસે આર્મીના જવાન સહિત બે યુવાન સામે ગુનો નોંધ્યો

પંચમહાલ જિલ્લાના વેજલપુરના ખરસાલિયા ગામે વરઘોડામાં વરરાજાનો બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાઇરલ થયો છે. વરઘોડામાં અન્ય એક યુવાન ખુલ્લી તલવાર લઇને નાચતાં પોલીસ હરકતમાં આવી છે અને બંને સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. વાઇરલ વીડિયોમાં ફાયરિંગ કરતો વરરાજા આર્મીમાં સિપાહી તરીકે ફરજ બજાવતો અંકિત ભરતભાઇ સોલંકી હોવાનું બહાર આવ્યું છે.

વીડિયો વાઇરલ થયા બાદ પોલીસ દોડતી થઇ
રાત્રે નીકળેલા વરઘોડામાં વરરાજા હાથમાં બંદૂક લઇને હવામાં ફાયરિંગ કરતો અને તેની સાથે અન્ય એક યુવક હાથમાં તલવાર લઇને નાચી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વાઇરલ વીડિયો પોલીસ પાસે પહોંચતાં પોલીસ એક્શનમાં આવીને વાઇરલ વીડિયોની ખરાઇ કરતાં વેજલપુરના ખરસાલિયા ગામે રહેતા ભરતભાઇ ઉદાભાઇ સોલંકીના પુત્ર અંકિતભાઇ સોલંકીના લગ્નના વરઘોડાનો વીડિયો હોવાનું જાણવા મળી રહ્યું હતું.

વાઇરલ વીડિયોમાં આર્મીમાં સિપાહી તરીકે ફરજ બજાવતો અંકિત ભરતભાઇ સોલંકીએ બારબોરવાળી બંદૂકથી લોકોના જીવ જોખમાય એ રીતે હવામાં ફાયરિંગ કર્યું હતું અને તેની સાથેનો યુવાન જયદીપ અરવિંદભાઇ સોલંકી હાથમાં ખુલ્લી તલવાર લઇને અન્યને ઇજાઓ થાય એવી રીતે નાચતો હતો. પોલીસે તપાસ કરતાં અંકિત સોલંકી જે બાર બોરવાળી બંદૂકથી ફાયરિંગ કર્યું હતું એ કોની છે એ તે હજુ પોલીસને જાણવા મળ્યું નથી. પોલીસે વેજલપુર પોલીસ સ્ટેશનમાં વરરાજા અંકિતભાઇ સોલંકી અને તેની સાથેના જયદીપભાઇ સોલંકી વિરુદ્ધ આર્મ એક્ટ સહિતની કલમનો ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/07/05-vadodara-godhra-lagan-ma-firing-rohit-new_1644215596/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.