ફરી એકવાર ખાખી લજવાઈ / પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા આવેલી મહિલાને માર્યો માર, જુઓ વિડીયો વાયરલ થતા અધિકારીઓના ધોતિયા ઢીલા

ઇન્ડિયા

બિહારના(Bihar) અરરિયામાં(Araria) ફરી એક વાર ખાખી વાળાઓએ પોતાની હદ પર કરી દીધી છે. યુનિફોર્મની ગરમીના કારણે ઈન્સ્પેક્ટર(Inspector) પોતાની ભાન ભૂલી ગયા હતા. આ ઘટનામાં ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન(Police station) પહોંચેલી મહિલા અને પુરુષને પોલીસ અધિકારી અને તેના જવાનોએ ખૂબ માર માર્યો હતો. તેને એ વાતની પણ પરવા નહોતી કે તે મહિલા સાથે કેટલું અભદ્ર વર્તન કરી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર રાત્રિના સમયે પારિવારિક ઝઘડાને લઈને એક પરિવાર પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં ફોર વ્હીલર પાર્ક થતાં જ પોલીસ અધિકારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. મહિલાઓની ફરિયાદ પર ધ્યાન આપવાને બદલે ત્યાની પોલીસે તેમને મુક્કા અને થપ્પડથી મારવાનું શરૂ કર્યું. જ્યારે મહિલાઓએ તેનો વિરોધ કર્યો તો પોલીસ સ્ટેશન ઓફિસર ઓમ પ્રકાશ તિવારી પણ તેના પર તૂટી પડ્યા. 2 મિનિટ 53 સેકન્ડના વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બ્લુ ટ્રેક સૂટમાં પોલીસ ઓફિસર ઓમ પ્રકાશ તિવારી હજત પાસે મહિલાઓને માર મારી રહ્યો છે.

જાણવા મળ્યું છે કે, ફરિયાદ કરવા આવેલી એક મહિલા જ્યારે ચાલી શકતી ન હતી ત્યારે તે ફોર વ્હીલ સાથે સીધી પોલીસ સ્ટેશન પરિસરમાં પ્રવેશી હતી. એસએચઓએ કારને બહાર કાઢવાનું કહ્યું, તે દરમિયાન પરિસરમાં ઘણો હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો. વીડિયોમાં પોલીસકર્મીઓ જ મહિલાઓ અને પુરુષોને પોતાના હાથે મારતા જોવા મળી રહ્યા છે.

પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ શકીના હલનચલન કરી શકતી ન હતી, તેથી વાહન પોલીસ સ્ટેશન પરિસરમાં પાર્ક કર્યું હતું. આના પર ગુસ્સે ભરાયેલા એસએચઓએ કાર બહાર કાઢવાનું કહ્યું અને ગુસ્સે થઈ ગયા. શકીના ખાતૂન ઉતરતાની સાથે જ SHO ઓમપ્રકાશ તિવારીએ તેમની સાથે દુર્વ્યવહાર શરૂ કરી દીધો હતો. જ્યારે મહિલાઓએ વિરોધ કર્યો તો પોલીસે તેમને માર મારવાનું શરૂ કર્યું. તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.