ઢોંગી ભુવાની કાળી કરતૂત / અમદાવાદમાં વિધિ માટે ઘરે આવેલા ભુવાએ પરિવારની 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી, જુઓ પછી જે કાંડ કર્યો એ જાણીને તમારું લોહી ઉકળશે

અમદાવાદ

રાજ્યભરમાં ઢોંગી ભુવાના નામે અનેક લોકો સાથે છેતરપિંડીની ઘટનાઓ બની ચૂકી છે. પરંતુ અમદાવાદ શહેરમાં એક ઢોંગી ભુવાએ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. મહેશ રાવલ નામના ભુવાએ 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું અને તેને મૂકીને ફરાર થઈ ગયો હતો.

આ અંગે હાલ સોલા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. ઘટના કંઈક એવી છે કે સોલા વિસ્તારમાં ધોરણ 9માં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરા રાત્રે 11 વાગે ઘરે નહીં મળી આવતા પરિવારે શોધખોળ કરી. ત્યારે બીજા દિવસે સગીરા મહેસાણામાં આવેલા મામાના ઘર નજીક મળી આવી હતી.

સગીરાની પૂછપરછ કરતા ભુવો મહેશ રાવલ ગાડીમાં ફરાવવા લઈ જવાના બહાને લઈ ગયો અને ત્યાર બાદ હોટલમાં જમવાનું કહીને રૂમમાં દુષ્કર્મ આચર્યું હતું. આરોપી દુષ્કર્મ બાદ સગીરાને ઘરે મુકવા આવ્યો ત્યારે ભીડ જોઈને મહેસાણા લઈ જઈ ત્યાં છોડીને ફરાર થઈ ગયો હતો. આ દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સગીરાના ઘરે માતાજીની વિધિ કરવા માટે ભુવો મહેશ રાવલ અને ભુવો ખલી એક મહિના પહેલા આવ્યા હતા.

આ દરમિયાન આરોપીને સગીરા પસંદ આવી જતા તેને મોબાઈલ નંબર આપ્યો હતો અને બીજી વખત ફરી વિધિ કરવાના બહાને આવ્યો અને સગીરાને મોબાઈલ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. ઢોંગી બાવો રાત્રે પણ સગીરાને ફોન કરીને બોલાવી અને ફરવા લઇ જવાના બહાને દુષ્કર્મ આચરીને છોડીને ફરાર થઈ ગયો.

સોલા પોલીસે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધી આરોપી મહેશ રાવલની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, અંધશ્રદ્ધાના નામે ઢોંગી ભુવાઓ લોકો સાથે ઠગાઈ કરતા હોય છે. પરંતુ આ ભુવાએ તો પ્રેમજાળમાં ફસાવીને સગીરાને ભગાડીને દુષ્કર્મ આચરી છોડી દીધી. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને મેડિકલ તપાસ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.