AAPના આંદોલને વેગ પકડ્યો / સુરતમાં અસિત વોરાના રાજીનામાં ની માંગ કરતાં આપના નેતાઓ અને પોલીસ વચ્ચે થઇ મારામારી, પોલીસે મહિલાઓની પણ ટીંગાટોળી કરી : VIDEO

સુરત ટોપ ન્યૂઝ

આપના નેતાઓની પોલીસે અટકાયત કરી, પોલીસને ઈજા પહોંચી

હેડ ક્લાર્કની ભરતીના પેપર ફૂટ્યાં બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. આપ દ્વારા અસિત વોરાના રાજીનામાની માગ સાથે સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં આપના કાર્યકરો- નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસે આપના નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.મારામારી દરમિયાન ઉમરાના પીઆઈને પણ ઈજા પહોંચી હતી. બે દિવસ પહેલાં ગાંધીનગરમાં પણ પોલીસ-ભાજપના કાર્યકર્તાઓ અને આપ વચ્ચે મારામારીની ઘટના બની હતી. હવે સુરતમાં ઝપાઝપી થઈ છે.

આવેદનપત્ર આપતાં પહેલા ડિટેઈન : આમ આદમી પાર્ટીએ જિલ્લા સેવા સદન ખાતે કલેકટરને મળીને આવેદનપત્ર પણ આપતા પહેલા જ અંદરના ગેટ ખાતેથી તેમને ડિટેઈન કરી લેવાયા હતા.પેપર લીકમાં અસિત વોરા સહિતના દોષિતો સામે તાત્કાલિક પગલા લેવા માટે માંગ કરવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતા સહિતના અલગ-અલગ હોદ્દેદારોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.

આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવા પહેલા જ પોલીસે ધરપકડ કરતાં ભારે હોબાળો મચાવ્યો હતો. જિલ્લા સેવા સદનના ગેટ પર જ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ પોલીસની સામે પણ રજૂઆત કરી હતી. પરંતુ તેમના અંદર જવા દેવામાં આવ્યા. ભાજપ પાર્ટી ચોર છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ચોર છે. આ પ્રકારના સતત નારાઓ લગાડવામાં આવ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના વિરોધમાં આમ આદમી પાર્ટીએ જબરજસ્ત સુત્રોચ્ચાર કર્યા.

આવેદન આપવા પૂર્વે જ આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ થતાં તેઓ સતત પોલીસની સામે આક્ષેપ કરતાં કહ્યું, કે અમે આતંકવાદી નથી. અમને આવેદન આપવા માટે અંદર જવા દો પરંતુ પોલીસ દ્વારા તેમને અંદર જતા રોકવામાં આવ્યા હતા. ઉમરા પોલીસ સ્ટેશન સહિતનો સ્ટાફ કલેકટર કચેરી ખાતે પહોંચી ગયો હતો.

આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી હતી કે, આવેદનપત્ર આપ્યા બાદ ગાંધી પ્રતિમા ખાતે ધરણા પ્રદર્શન કરશે. જો કે ગાંધી પ્રતિમા ખાતે પણ પોલીસ વાન સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જિલ્લા સેવા સદન ખાતેથી ધરપકડ થવાને કારણે તેઓ ચોક ગાંધી પ્રતિમા પાસે આમ આદમી પાર્ટીના નેતા પહોંચ્યા ન હતા. આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે, અમે કોઈ આતંકવાદી હોય ન હતા છતાં પણ અમને તમામ મહિલાઓ પોલીસ દ્વારા પણ જબરજસ્તી ટીંગાટોળી કરીને અમારા મહિલા કાર્યકર્તાઓને લઈ જવામાં આવ્યા તેમજ પોલીસ દ્વારા ઘસડીને અમારા કાર્યકર્તાઓને પોલીસવાનમાં રાખવામાં આવી રહ્યા છે.

પોલીસની વગર કારણની કનડગત : પોલીસ દ્વારા કલેકટર કચેરીએ મીડિયાકર્મીઓ સાથે પણ ચકમક કરાઈ હતી. કોઈ કારણ વગર બંદોબસ્ત માટે ઊભેલા સ્ટાફ દ્વારા ખોટી રીતે મીડિયાકર્મીઓને હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહિલા પીએસઆઇ સહિતના સ્ટાફ દ્વારા મીડિયાને સતત રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહિલા પી.એસ.આઇ દ્વારા મીડિયા કર્મીઓ સામે રૌફ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

ક્લેક્ટર કચેરીમાં પ્રવેશ બંધ કરાયો : આપના વિરોધના પગલે મહિલા પોલીસ કર્મચારી દ્વારા માત્ર મીડિયાકર્મીઓને જ નહીં પરંતુ જિલ્લા સેવા સદન ખાતે કામ અર્થે આવતા લોકોને પણ ગેટ પરથી જ પરત મોકલી દેવામાં આવતા હતા. કલેકટર કચેરી ખાતે કોઈને પણ જાણે પ્રવેશ કરવા ઉપર પાબંદી ફરમાવી દેવામાં આવ્યો હોય એ પ્રકારે મહિલા પી.એસ.આઈ સહિતના સ્ટાફ દ્વારા વર્તન કરવામાં આવ્યું હતું. જે લોકો કામકાજ માટે 10 વાગ્યાથી 12 સુધીમાં કામકાજ માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવતા હતા તેમને પણ પરેશાન કરવામાં આવ્યા હતા. જાણે આખેઆખી જિલ્લા કલેક્ટર કચેરીને પોલીસે કોર્ડન કરી લીધી હોવાના દ્રશ્યો સામે આવ્યાં હતાં.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.