કાચા ખેતર જેવા સાંકડા માર્ગ પરથી પસાર થવુ ત્રાહિમામ, ચોમાસામાં તો આ કાચા માર્ગમાં પાણી ભરાતા નિકળી શકાતુ નથી માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ
વલ્લભીપુર તાલુકા ભોરણીયા ગામને હજુ સુધી પ્રાથમિક સુવિધાઓથી મળી નથી.કેન્દ્ર સરકારની યોજના અને અભિયાન છે કે દરેક ગામને પાકા રસ્તાથી જોડવુ પણ પાટણાથી ભોરણીયા ગામનું જોડાણ કાચા રસ્તાથી જ છે, ભોરણીયા ગામના લોકો ને પાટણા ગામ ખાતે લગભગ દરરોજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે જવાનુ થાય છે.
ભોરણીયા ગામ પાટણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે જોડાયેલ છે તેથી પ્રાથમિક સારવાર માટે પાટણા જવા માટે કાચા રસ્તાનો ઉપયોગ કરવો પડે છે, ડિલિવરીનાં કેસમાં આ રસ્તાનો ઉપયોગ જોખમ કારક રહે છે, આ કાચો માર્ગ પાટણા ગામના ખેતરનો માર્ગ છે જે સાંકડો માર્ગ છે, અહીં મોટું વાહન લઈને જવામાં ખુબ અગવડતા પડે છે, સામ સામે બે વાહનો પસાર થઈ શકતા નથી તેમજ જિલ્લા મથક ભાવનગર જવા માટે ભોરણીયા ગામના લોકોને કાચા માર્ગે મુળધરાઈ કે પાટણા આવવુ પડે છે.
ચોમાસામાં તો આ કાચા માર્ગમાં સતત પાણી ભરાઈ રહેવાને કારણે પસાર થવું મુશ્કેલ પડે છે, ભોરણીયા ગામમાં પ્રાથમિક શિક્ષણ સુધી ની જ સુવિધા છે ઉચ્ચતર અભ્યાસ માટે પાટણા ગામે સુવિધા છે તો આ કાચા માર્ગને પહોળો કરી પાકો ડામર રોડ બનાવવામાં આવે તો ભોરણીયા ગામનું પાટણા ગામ સાથે સીધું જોડાણ થઈ શકે છે અને પાટણા ગામનાં ખેડૂતોને પણ આ પાકા રોડની સુવિધા મળી શકે તેમ છે.પાટણા અને ભોરણીયા ગામને જોડતા કાચા રસ્તાની જગ્યાએ પાકો ડામર રોડ બનાવવા ભાવેશ નરશીભાઈ ગાબાણીએ માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદીને રજુઆત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!