‘ગ્રીષ્મા’ના હત્યા કેસમાં મોટો ખુલાસો / હત્યારા ફેનિલ ગોયાણીનો FSLમાં વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટમાં થયો મોટો ઘટસ્ફોટ, જુઓ વાઇરલ થયેલા ઓડિયો રેકોર્ડિંગ માટે પોલીસ કરશે આ કાર્યવાહી

ટોપ ન્યૂઝ સુરત

ગ્રીષ્માના હત્યારા ફેનિલને પોલીસ શુક્રવારે ગાંધીનગર એફએસએલ ખાતે લઈ ગઈ હતી. જ્યાં તેનો વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હત્યા પહેલા ફેનિલની કથિત ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી જેમાં ફેનિલ તેના મિત્ર સાથે વાત કરી હતી અને ગ્રીષ્માની હત્યા કરવાનું કહ્યું હતું. આ ટેપનો વોઇસ ફેનિલનો જ હતો કે કેમ? તે જાણવા માટે ફેનિલ પાસે 25 જેટલા ડમી વાક્યો 3-3 વખત બોલાવી ટેસ્ટ કર્યો હતો.

પાસોદરામાં ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલના રિમાન્ડ શનિવારે પુરા થઈ રહ્યા હોય આરોપીને ફરી કોર્ટમાં રજૂ કરાશે. સંભવત: પોલીસ આરોપીના વધારાના રિમાન્ડ માગી શકે છે. આરોપીને સ્થળ પર લઇ જઇ પોલીસે ઘટનાનું રિકસ્ટ્રક્શન કર્યું હતું. અગાઉ કોર્ટે આરોપીને 3 દિવસના રિમાન્ડ પર મોકલતો હુકમ કર્યો હતો. દરમિયાન ગ્રીષ્માના કેટલાક પરિજનો મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાને મળ્યા હતા અને ઝડપથી ન્યાયની રજૂઆત કરી, કેસ હાલના પીપીપી જ ચલાવે એવી માંગ કરી હતી. ઉપરાંત લીગલ એઇડની પણ મુલાકાત કરી સરકારી વળતર સ્કીમ હેઠળ વળતર માટેની પ્રોસેસ પણ નયન સુખડવાલાએ શરૂ કરી દીધી છે.

ઝડપથી ચાર્જશીટ મુકવા માટેની તૈયારી
સંભવત: આ હત્યા કેસ સુરતનો એવો પહેલો કેસ બની શકે છે જેમાં સૌથી ઝડપથી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોય. અગાઉ હત્યા અને રેપના ગુનામાં પોલીસે 7 દિવસમાં પણ ચાર્જશીટ રજૂ કરી છે. આ કેસમાં પણ આવતા અઠવાડિયામાં જ ચાર્જશીટ તૈયાર કરવાની પોલીસની તૈયારી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *