પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી / એક સમયે રાહુલ ગાંધીના ખાસ વ્યક્તિ બોલ્યા રાહુલ ગાંધીને PM મોદીની તાકાતનો અંદાજો નથી, જુઓ BJP વિષે ભવિષ્યવાણી કરતા શું કહ્યું

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

વર્ષ 2024માં થનારી લોકસભા ચૂંટણી અગાઉ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર(Prashant Kishor) વિપક્ષી દળોને એકજૂથ કરવામાં લાગ્યા છે. પરંતુ આ બધા વચ્ચે તેમનું કહેવું છે કે આગામી અનેક દાયકા સુધી ભારતીય જનતા પાર્ટી (BJP) નો દબદબો રહેવાનો છે અને વિપક્ષી પાર્ટીઓએ અનેક દાયકા સુધી ભાજપ સામે લડવું પડશે.

મોદી યુગના અંતની રાહ જોવી એ ભૂલ- પ્રશાંત કિશોર
દાયકા સુધી ભાજપના દબદબાની ભવિષ્યવાણી કરવાની સાથે જ પ્રશાંત કિશોરે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉપર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી કે મોદી યુગના અંતની રાહ જોવી એ તેમની ભૂલ છે. તેમણે કહ્યું કે કદાચ તેઓ કોઈ વહેમમાં છે કે ભાજપ ફક્ત મોદી લહેર સુધી જ સત્તામાં રહેવાનો છે.

ગોવામાં ટીએમસી માટે બેઝ શોધવા નીકળ્યા હતા પ્રશાંત કિશોર
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ પ્રશાંત કિશોરે આ વર્ષ પશ્ચિમ બંગાળ વિધાન સભા ચૂંટણીમાં ટીએમસીની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ ત્યારબાદ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ મમતા બેનર્જી સાથે કામ કરી રહ્યા નથી. જો કે હવે તેઓ પડદા પાછળ રહીને કામ કરે છે અને ગોવામાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીમાં ટીએમસી માટે બેઝ શોધવા પહોંચ્યા છે.

પ્રશાંત કિશોરના કોંગ્રેસ જોઈન કરવાની અટકળો તેજ
હાલમાં જ એવા ખબર હતા કે પ્રશાંત કિશોર જલદી કોંગ્રેસ જોઈન કરી શકે છે અને તેમણે સોનિયા ગાંધી ઉપરાંત રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં સામેલ કરવા અંગે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વરિષ્ઠ નેતાઓ પાસે અભિપ્રાય પણ માંગ્યા હતા. જો કે અનેક દોરની વાતચીત બાદ પણ વાત ન બનતા હવે પ્રશાંત કિશોર એકવાર ફરીથી ટીએમસી સાથે કામ કરી રહ્યા છે.

રાજનીતિના કેન્દ્રમાં રહેશે ભાજપ-પ્રશાંત કિશોર
પ્રશાંત કિશોરે ગોવાના મ્યૂઝિયમમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ‘ભાજપ આવનારા અનેક દાયકા સુધઈ ભારતીય રાજકારણના કેન્દ્રમાં રહેશે અને તે હારે કે જીતે તેનાથી કોઈ ફરક પડશે નહીં. બરાબર એજ રીતે જે રીતે કોંગ્રેસના 40 વર્ષ હતા. એ જ રીતે ભાજપ પણ ક્યાંય જવાનો નથી.’ તેમણે કહ્યું કે ‘ભારતમાં જ્યારે એકવાર તમે 30 ટકા મત મેળવી લો છો તો એટલી જલદી ક્યાંય જતા નથી. તમે એ ભ્રમમાં બિલકુલ ન રહો કે લોકો ગુસ્સે થઈ રહ્યા છે અને તેઓ મોદીને ઉખાડી ફેંકશે. બની શકે કે લોકો મોદીને હટાવી દે પણ છતાં રાજનીતિના કેન્દ્રમાં તો ભાજપ જ રહેશે અને અનેક દાયકા સુધી તમારે ભાજપનો સામનો કરવો પડશે.’

મોદીની તાકાત રાહુલ સમજતા નથી- પ્રશાંત કિશોર
આ સાથે જ પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું અને કહ્યું કે ‘તેઓ મોદીની તાકાત સમજી શકતા નથી. તેઓ વિચારે છે કે થોડા સમયની જ વાત છે, લોકો મોદીને સત્તામાંથી હાંકી કાઢશે પરંતુ એ થવાનું નથી.’ તેમણે કહ્યું કે ‘જ્યાં સુધી તમે મોદીની તાકાત સમજી નહીં લો અને તેમની મજબૂતાઈ સ્વીકારશો નહીં, ત્યાં સુધી તમે તેમનો સામનો કરી શકશો નહીં. લોકો મોદીની તાકાતોને સમજવામાં વધુ સમય આપતા નથી અને તેઓ એ પણ સમજી શકતા નથી કે મોદી આટલા લોકપ્રિય કેવી રીતે બની રહ્યા છે. તેમનો સામનો કરવા માટે તે જાણવું ખુબ જરૂરી છે.’

અગામી કેટલાક દાયકાઓ સુધી ભાજપનો સામનો કરવો પડશે
દાયકાઓ સુધી ભાજપના વર્ચસ્વની આગાહી કરવા ઉપરાંત, પ્રશાંત કિશોરે પણ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓ કદાચ એવા ભ્રમમાં છે કે ભાજપ માત્ર મોદી લહેર સુધી જ સત્તામાં રહેશે. ‘ભાજપ ભલે જીતે કે હારે, પરંતુ તે ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહેશે. જેવુ પહેલા કોંગ્રેસના 40 વર્ષ હતાં. ભાજપ ક્યાંય જવાનું નથી. લોકો ભલે મોદીને હટાવે, પણ બીજેપી હજી ક્યાંય જતી નથી. તમારે આગામી કેટલાક દાયકાઓ સુધી ભાજપનો સામનો કરવો પડશે.

‘રાહુલ મોદીની તાકત નથી સમજી રહ્યા’
પ્રશાંત કિશોર આટલે જ ન અટક્યા, તેમણે આગળ કહ્યું, ‘રાહુલ ગાંધી સાથે આ સમસ્યા છે. સંભવતઃ, તેઓ માને છે કે લોકો મોદીને સત્તા પરથી હટાવે ત્યાં સુધી તે માત્ર સમયની વાત છે. એવું થવાનું નથી.’ પ્રશાંત કિશોરે કહ્યું, ‘જ્યાં સુધી તમે મોદીની તાકાત નહીં સમજો અને તેમની તાકાતનો સ્વીકાર નહીં કરો, ત્યાં સુધી તમે તેમનો સામનો કરી શકશો નહીં. હું જોઉં છું કે સમસ્યા એ છે કે લોકો મોદીની શક્તિઓને સમજવા માટે વધુ સમય નથી આપી રહ્યા, તેઓ સમજી નથી રહ્યા કે મોદી આટલા લોકપ્રિય કેવી રીતે થઈ રહ્યા છે.જો તમે આ જાણશો, તો જ તમે તેમનો સામનો કરી શકશો.’

‘કોંગ્રેસીઓ મોદીની પીછે હઠની રાહ જોઈ રહ્યા છે’
કોંગ્રેસ પાર્ટી ભાજપ અને નરેન્દ્ર મોદીના ભવિષ્યને કેવી રીતે જુએ છે તેના પર કિશોરે કહ્યું, “તમે કોંગ્રેસના કોઈપણ નેતા પાસે જાઓ, તેઓ તમને કહેશે કે આ સમયની વાત છે, લોકો કંટાળી ગયા છે, સત્તા વિરોધી લહેર આવશે.” આવો અને લોકો મોદીને હટાવી દેશે. મને શંકા છે, તે થવાનું નથી.’ પ્રશાંત કિશોરે એક ઉદાહરણ પણ આપ્યું કે કેવી રીતે મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આટલો વધારો કર્યો અને તેમની સામે કોઈ મોટો જન આક્રોશ નથી.

‘કોંગ્રેસના પતનનું કારણ મતોનું વિભાજન’
પ્રશાંત કિશોરે દેશમાં મતદારોના વિભાજન તરફ પણ ધ્યાન દોર્યું હતું. “જો તમે મતદારોના સ્તર પર નજર નાખો, તો તે એક તૃતીયાંશ અને બે તૃતીયાંશ વચ્ચેની લડાઈ છે. માત્ર એક તૃતીયાંશ લોકો ભાજપને મત આપે છે અથવા ભાજપને સમર્થન આપવા માંગે છે. સમસ્યા એ છે કે બે તૃતીયાંશ 10, 12 કે 15 રાજકીય પક્ષો વચ્ચે વહેંચાયેલું છે અને આ કોંગ્રેસના પતનનું મુખ્ય કારણ છે. 65 ટકા મતદારો વિભાજિત છે, તેથી કોંગ્રેસ નીચે આવી રહી છે.

પ્રશાંત કિશોરે કહ્યું કે, જેમ કોંગ્રેસ પહેલાં 40 વર્ષ સુધી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં હતી, તેવી જ રીતે બીજેપી, ભલે હારે કે જીતે પરંતુ તે રાજનીતિના કેન્દ્રમાં રહેશે. બીજેપી ક્યાંય જવાની નથી. એક વાર જ્યારે તમે રાષ્ટ્રીય સ્તર પર 30 ટકા વોટ મેળવી લો છો તો એટલા ઝડપથી રાજનીતિ તસવીરથી હટતા નથી.

એવું ક્યારેય ના માનતા કે લોકો મોદીથી નારાજ છે
ગોવાના મ્યૂઝિયમમાં આયોજિત એક વાતચીતમાં પ્રશાંત કિશોરે કહ્યું કે, એવું ક્યારેય ના માનતા કે લોકો નારાજ થઈ રહ્યા છે અને તેઓ મોદીને બહાર કરી દેશે. કદાચ જનતા મોદીને બહાર કરી શકે છે પરંતુ બીજેપી ક્યાંય જવાની નથી. તમારે આગામી ઘણાં દશકાઓ સુધી બીજેપી સામે લડવું પડશે.

રાહુલ ગાંધીને ભ્રમ છે
પ્રશાંત કિશોરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે કહ્યું કે, તેઓ કદાચ એવા ભ્રમમાં છે કે, મોદી સત્તામાં છે ત્યાં સુધી જ બીજેપી મજબૂત છે. કિશોરે કહ્યું કે, રાહુલ ગાંધીનો આ જ પ્રોબ્લેમ છે. રાહુલ ગાંધીને એવુ લાગે છે કે, એમ સમયે જ્યારે લોકો નરેન્દ્ર મોદીને સત્તાની બહાર કરી દેશે ત્યારે બીજેપી મજબૂત નહીં રહે.

હરાવવા માટે મોદીની તાકાતને સમજવી પડશે
પ્રશાંત કિશોરે કહ્યું કે, જ્યાં સુધી તમે તેમની તાકાતને નહીં સમજી લો ત્યાં સુધી તેમને હરાવી નહીં શકો. હું જે પ્રોબ્લેમ જોઉ છું તે એ છે કે, મોટા ભાગના લોકો તેમની તાકાત સમજવા માટે તેમના સમયનો સદઉપયોગ નથી કરતા. એ સમજવુ પડશે કે, તેમની લોકપ્રિયતાનું કારણ શું છે. જો તમે આ વાતને સમજી લેશો તો તેમને હરાવવાનો રસ્તો મળી શકશે.

ભાજપના ભવિષ્યને કેવી રીતે દેખે છે કોંગ્રેસ?
કોંગ્રેસ પાર્ટી નરેન્દ્ર મોદી અને ભાજપના ભવિષ્યને કેવી રીતે દેખે છે તે વિશે કિશોરે કહ્યું કે, તમે કોઈ પણ કોંગ્રેસ નેતા અથવા કોઈ પણ ક્ષેત્રીય નેતા સાથે જઈને વાત કરશો તો તેઓ માત્ર એટલું જ કહેશે કે, બસ સમયની વાત છે, લોકો કંટાળી રહ્યા છે. એન્ટી ઈન્કમબન્સી થશે અને લોકો તેમને બહાર કરી દેશે. મને નથી લાગતું કે આવું કઈ થાય.

દેશમાં વહેચાયેલા મતદારો મોટી સમસ્યા
પ્રશાંત કિશોરે દેશમાં વહેચાયેલા મતદારો તરફ ઈશારો કરતાં કહ્યું કે, જો તમે મતદારોને જુઓ તો એક તૃતિયાંશ અને બે તૃતિયાંશ વચ્ચે લડાઈ છે. માત્ર એક તૃતિયાંશ લોકો જ ભાજપને વોટ આપી રહ્યા છે અથવા ભાજપનું સમર્થન કરી રહ્યા છે. સમસ્યા એ છે કે, બે તૃતિયાંશ મતદાતા 10,12 અથવા 15 રાજકિય પક્ષમાં વહેંચાયેલા છે. આવું કોંગ્રેસ નબળી હોવાના કારણે થયું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.