બિહારના બેગૂસરાયમાં એક મૃતદેહની સાથે જાનવરોથી પણ બદતર વર્તણૂંક કરવાનો મામલો સામે આવ્યો છે. અહીં એક લાવારિસ લાશને પહેલાં દોરડાં વડે બાંધીને ખાડામાંથી બહાર કાઢી. જે બાદ લાશને કાચા અને જર્જરિત રસ્તાઓ તેમજ હાઈવે પર સેંકડો ફુટ સુધી ઢસડી અને પછી ટ્રેક્ટરમાં નાખીને હોસ્પિટલ લઈ જવાઈ. ( નરાધમો વિડિઓ નીચે આપેલો છે )
હોસ્પિટલ પહોંચ્યા બાદ પણ લાશને દોરડાં વડે જ ખેંચીને સ્ટ્રેચર પર મૂકવામાં આવી અને પોસ્ટમોર્ટમ રૂમ સુધી લઈ જવાઈ. આ શરમજનક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.
ગ્રામીઓના જણાવ્યા મુજબ, 27 જુલાઈએ લાખો ઓપી પોલીસ સ્ટેશનના નિપનિયા સિમેન્ટ ગોદામથી થોડે દૂર એક ખાડામાં અજાણ્યા વ્યક્તિની ડેડબોડી મળી આવી હતી. લાશ સડી ગઈ હતી અને તેમાંથી ઘણી જ ખરાબ દુર્ગંધ આવતી હતી. આ અંગેની જાણકારી પોલીસને આપવામાં આવી.
પોલીસ કર્મચારીઓ આવ્યા અને લાશને દૂરથી જોયા બાદ સફાઈ કર્મચારીને બોલાવ્યા. સફાઈ કર્મચારીઓએ ડેડબોડીના બંને પગ દોરડાં વડે બાંધ્યા અને તેને ખેંચીને પહેલાં ખાડામાંથી બહાર કાઢી. જે બાદ તે જ સ્થિતિમાં મૃતદેહને પહેલાં કાચા રસ્તા પર લાવ્યા અને ત્યાં પણ ઘણે દૂર સુધી ઘસડ્યા બાદ ટ્રેક્ટરમાં ફેંકીને હોસ્પિટલ સુધી લઈ ગયા. ( વિડિઓ નીચે આપેલો છે )
લાશની સાથેની ક્રૂરતા અહીં જ ખતમ ન થઈ. ડેડબોડીને જ્યારે પોસ્ટમોર્ટમ રુમમાં લઈ જવાની વાત થઈ તો ત્યાં પણ મૃતદેહને ઘસડતાં સ્ટ્રેચર પર મૂકવામાં આવી. સ્ટ્રેચર પર બોડી અડધી લટકેલી હતી, આ રીતે તેને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાઈ હતી. મૃતદેહની ઓળખ નથી થઈ.
આ સમગ્ર ઘટનામાં પોલીસને એમ્બ્યુલન્સ બોલાવવાનું પણ જરૂરી ન લાગ્યું. આ સમગ્ર ઘટનામાં બેગૂસરાય SP યોગેન્દ્ર કુમારે સબ ઈન્સ્પેક્ટર અનિલ કુમાર સિંહને સસ્પેન્ડ કરી દીધા છે. સાથે જ લાખો પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંતોષ કુમાર સમક્ષ આ સમગ્ર મામલે સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું છે. ઘટના પર હાજ બે ચોકીદાર પર પણ કાર્યવાહી કરવામાં આવી છે.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/07/28/73-begusaray_1659017175/mp4/v360.mp4 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!