ખાસ અગત્યનું / જુઓ ગુજરાતની આ 1200 કરોડની હોસ્પિટલમાં માત્ર 10 રૂપિયામાં ચેકઅપ, ની:શુલ્ક બધા રિપોર્ટ અને જાણો બીજી ખાસ સુવિધા વિષે

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતની પ્રથમ મોટી AIIMS હોસ્પિટલ રાજકોટના ખંઢેરી પાસે 200 એકર જમીનમાં 1200 કરોડના ખર્ચે નિર્માણપામી રહી છે. હાલ સંપૂર્ણપણે હોસ્પિટલનું બિલ્ડીંગ તૈયાર થયું નથી પરંતુ પૂજા વિધિ સાથે 12 વિભાગની OPD શરૂ કરી દેવામાં આવી છે.

રાજકોટ એઈમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર સી.ડી.એસ. કટોચે જણાવ્યું હતું કે, પ્રથમ ફેઝમાં એઈમ્સનાં બિલ્ડિંગનું 40 ટકા પૂર્ણ થયું છે. જૂન 2022થી હોસ્પિટલ સંપૂર્ણપણે ધમધમવા લાગશે, તેમજ ઓક્ટોબર 2023 સુધીમાં સંપૂર્ણ પ્રોજેક્ટ તૈયાર થઈ જશે તેવી શક્યતા છે. હાલ દરરોજ સવારે 9 વાગ્યાથી 2 વાગ્યા સુધી ઓપીડી શરૂ કરવામાં આવી છે.

એક વિગત અનુસાર 31 ડિસેમ્બરથી આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ ઉદઘાટનનો આગ્રહ ટાળીને સાદાઈથી ઓપીડી શરુ કરી દેવામાં આવી હતી, જેમાં જનરલ મેડિસિન, ગાયનેક, સર્જરી, આઈ, ઈએનટી, પીડિયાટ્રિક, ડેન્ટલ, ઓર્થોપેડિક અને પલ્મનરી ડિસીઝની સારવારનો સમાવેશ થાય છે.

સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સિસ્ટમ મુજબનાં ચાર્જીસ રાખવામાં આવ્યા છે અને ભવિષ્યમાં ઈન્ડોર ડિપાર્ટમેન્ટ્સ શરુ થઈ જાય પછી આયુષ્યમાન ભારત યોજના ઉપરાંત મેડિક્લેઈમ હેઠળ કેશલેસ ટ્રીટમેન્ટ પણ મળતી થઈ જશે. 40-40 જુનિયર અને સિનિયર રેસિડન્ટ્સ ડોક્ટર અને 60 નર્સના સ્ટાફ સાથે હોસ્પિટલ ધમધમતી થશે. હાલ 17 નોન એકેટેમિક રેસિડેન્ટ ડોક્ટરો સાથે ઓપીડી શરૂ થઈ ગઈ છે.

મહત્વની વાત તો એ છે કે અહીં માત્ર 10 રૂપિયામાં જ દર્દી ની તાપસ કરવામાં આવશે અને એટલુંજ નહિ ચેક કર્યા બાદ નિદાન માટે નિઃશુલ્ક રિપોર્ટ કરવામાં આવશે. આ ઉપરાંત જો દર્દી ને દાખલ કરવા પડે તો માત્ર 375 રૂપિયા માં દસ દિવસ માટે જનરલ વોર્ડ અને બે લોકો માટે જમવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈

નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.