હીરાના વેપારીઓની મુશ્કેલી / 6 માસમાં પતલી સાઈઝના રફ હીરાના ભાવમાં 70%નો વધારો, પોલિશ્ડ ડાયમંડના ભાવમાં માંડ 10%નો વધારો થયો, જાણો આની અસર રત્નકલાકારો પર કેવી પડશે

ટોપ ન્યૂઝ બિઝનેસ

પતલી સાઈઝના રફ હીરાના ભાવમાં છેલ્લાં 6 મહિનામાં 70 ટકા સુધી ભાવ વધારો થયો છે, જેના કારણે હીરા વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.કોરોનાકાળ બાદ હીરાની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને અમેરિકા સહિત અનેક દેશોમાં સરકાર દ્વારા આર્થિક પેકેજ જાહેર કરાતા લોકોએ જ્વેલરી અને ડાયમંડ સ્ટડેડ જ્વેલરીઓ ખૂબ જ મોટી માત્રામાં ખરીદી હતી. જેને લઈને હીરાની માંગ સતત વધી રહી હતી. દિવાળી બાદ પણ તૈયાર હીરાની માંગ સતત વધી છે. હીરાની માંગ તો વધી રહી છે બીજી તરફ રફ માઈનિંગ કંપનીઓ દ્વારા રફના ભાવમાં સતત વધારો કરાઈ રહ્યો છે .

જેના કારણે સુરતના હીરા વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને 6 મહિનામાં પતલી સાઈઝની રફના ભાવમાં 70 ટકા સુધીનો વધારો થયો છે. જ્યારે નોર્મલ સાઈઝની રફના ભાવમાં પણ 40 ટકા જેટલો વધારો નોંધાયો છે. બીજી તરફ તૈયાર હીરાના ભાવમાં માંડ 10 ટકા વધારો થયો છે.

જેથી કરીને હીરા વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શોર્ટ સપ્લાયને કારણે રફના ભાવમાં વધારો થયો છે. નોંધનીય છે કે, એકતરફ હીરાની માંગ વધારો થયો છે બીજીતરફ માઈનિંગ કંપનીઓ દ્વારા રફના ભાવમાં વધારો થતાં હીરના વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.

શોર્ટ સપ્લાયને કારણે રફના ભાવ વધ્યા
​​​​​​​જીજેઈપીસીના રિજીયોનલ ચેરમેન દિનેશ નાવડિયા કહે છે કે, ‘આમ તો ઈન્ટરનેશનલ માર્કેટમાં તૈયાર હીરાની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ બીજી તરફ હીરાની રફના ભાવમાં ખૂબ જ મોટો વધારો થયો છે. ખાસ કરીને શોર્ટ સપ્લાયને કારણે રફના ભાવમાં વધારો થઈ રહ્યો છે.’


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *