એક વકીલનો અંગત પળોનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. વકીલ તેની મહિલા ક્લાઈન્ટ સાથે ફાઈવ સ્ટાર હોટેલમાં રંગરેલિયા મનાવતો હતો. મહિલા હાઈપ્રોફાઈલ ઘરમાંથી આવે છે અને વકીલ તેનો ડિવોર્સનો કેસ લડી રહ્યો હતો.
વીડિયો વાઈરલ થયા બાદ બેડામાં હલચલ મચી જવા પામી છે. આ વીડિયો ઉત્તરપ્રદેશના આગરાનો છે. આ વકીલ સ્થાનિક નેતા પણ છે. તે સમાજવાદી પાર્ટીમાં વિધાનસભાની ટિકિટ માટે દાવેદારી પણ રજૂ કરી ચૂક્યો છે. પાર્ટીમાંથી જોકે તેને ટિકિટ નહોતી પણ તેને ખૂબ ખર્ચ કરીને પાર્ટીનો પ્રચાર કર્યો હતો.
આ વકીલ મોટાભાગે ફેમિલી મેટર્સના કેસ લડે છે. વાઈરલ થયેલો આ વીડિયો બીજા કોઈએ નહીં પણ ખુદ વકીલે પોતાના મોબાઈલથી બનાવ્યો હતો. વીડિયોમાં તે એક ફાઈવ સ્ટાર હોટેલના બાથરૂમમાં બાથટબમાં મહિલા સાથે નિર્વસ્ત્ર અવસ્થામાં છે.
વીડિયો ક્યારનો છે તેની પુષ્ટિ થઈ શકી નથી, પણ જબરદસ્ત ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આ વીડિયો અંગે કોઈ જાણકારી નથી. જો કોઈ ફરિયાદ આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે થોડાક દિવસ પહેલાં આગ્રામાં એક વરિષ્ઠ સમાજસેવક દ્વારા પોતાની મહિલા મિત્રને પોતાના નિર્વસ્ત્ર ફોટો મોકલી રહ્યા હતા અને ભૂલથી તે તસવીરો એક ગ્રુપમાં ફોરવર્ડ થઈ ગઈ હતી. ત્યાર પછી આ સમાજસેવકને ઘણા સમયથી સુધી ભૂગર્ભમાં ઉતરી જવું પડયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!