હિન્દુ યુવકના પ્રેમમાં એક મુસ્લિમ યુવતીએ ઇસ્લામ ધર્મ છોડી હિંદુ ધર્મ અપનાવ્યો છે. હવે તે શાહીન માંથી શાલુ બની ગઈ છે. હિંદુ ધર્મ ના રીતી-રીવાજોનું પાલન કરતા શાલુ જણાવે છે કે, અહી જે પ્રેમ અને સમ્માન મળે છે તે અમને નથી મળતું. અને હવે આજ મારી ઓળખ છે.
સાજન નામના યુવકે મુસ્લિમ યુવતી સાથે પ્રેમ લગ્ન કરી લીધા છે. હવે તે કહે છે કે મુસ્લિમ યુવતીના સગા સબંધી તેમને મારી નાખવાની ધમકી આપે છે. જ્યારે નવવિવાહિત પતિ-પત્ની પોલીસ પાસે પોતાના રક્ષણની વિનંતી કરવા પહોંચ્યા, ત્યારે પોલીસે પણ તેમને સાંભળ્યા નહીં. પછી તેણે સોશિયલ મીડિયાની મદદ થી સીએમ અને કાયદા મંત્રીને ફરિયાદ કરી.
પૂરી ઘટના જાણીયા બાદ પોલીસે સુરક્ષાની ખાતરી આપી છે. શાલુ જણાવતા કહે છે કે, હું અને સાજન 6 વર્ષથી સાથે હતા. અમે 2014 માં મળ્યા હતા. હું મેરઠના સદરમાં રહું છું, અને સાજન મેરઠ રેલવે રોડ બસ્તીમાં રહે છે. પરંતુ સાજન મારા ઘરની નજીક કામ કરે છે. અમે છેલ્લા 6 વર્ષથી રિલેશનમાં હતા. ત્યારે બાદ અમે લગ્ન કરવાનું નક્કી કર્યું.
કારણ કે, હવે અમે એકબીજા વગર રહી શકતા નથી. તેથી અમે લગ્ન કરવાનું નક્કી કર્યું. મારા પરિવારજનો મારા સબંધની વાતો કરતા હતા માટે મેં આ વાત સાજનને કહી. અમે વિચાર્યું કે પરિવારના સભ્યો બીજે લગ્ન ગોઠવે તે પહેલાં આપણે લગ્ન કરી લેવા જોઈએ. હું સાજન સાથે જ લગ્ન કરવા માંગતી હતી, અને મેં તે કર્યું છે. હું તેનાથી ખુબ ખુશ છું.
વધુમાં કહ્યું- જ્યારે અમે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે અમે સમજી ગયા હતા કે આ વાત થી અમારા પરિવારના સભ્યો સંમત નહીં થાય. સાજનનો પરિવાર તો સંમત થશે, પરંતુ મારો પરિવાર તો ક્યારેય પણ સહમત નહીં થાય. અને થયું પણ એવું જ… અને મેં જોયું છે કે લગ્નના થોડા વર્ષો પછી બધું બરાબર થઈ જાય છે.
એટલા માટે અમે બંને 8 જાન્યુઆરીના રોજ મેરઠથી ભાગીને ૨૫૦ કિમી દુર બદાઉન ગયા. ત્યાં 11 જાન્યુઆરીએ મંદિરમાં અમારા લગ્ન થયા. પછી ત્યાંની જ કોર્ટમાં અમે રજીસ્ટ્રેશન કરાવ્યું. હું મારી મરજીથી સાજન સાથે આવી છું. સાજન ના સુખમાં જ મારું સુખ છે, તેનો પરિવાર જ હવે મારો પરિવાર છે.
મને હિંદુ ધર્મ ખુબ ગમે છે. મારે આ ધર્મનું જ પાલન કરવું છે. હું દરેકને વ્યક્તિ ને કહેવા માંગુ છું કે મને સાથ આપો. મને શરૂઆતથી જ હિંદુ ધર્મ વિશે બધું જ ગમ્યું. હું સંપૂર્ણ હિંદુ બની ગઈ છું. મેં હિંદુ સ્ત્રીઓને અપાતું સન્માન જોયું છે. હિન્દુ પરિવારોમાં છોકરીઓને હંમેશા સહકાર આપવામાં આવે છે.
જયારે હું અને સાજન લગ્ન કરીને પાછા આવ્યા ત્યારે મારા પરિવારના સભ્યો એ મને અને મારા સાસરિયાંઓને મારી નાખવાની ધમકી આપી. અમે આ વાતની જાણ પોલીસ સ્ટેશનમાં કરી તો પોલીસે અમારી મદદ ન કરી, અને અમને પોલીસ સ્ટેશનની બહાર ધકેલી દેવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો